મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાન અંતર્ગત આજકાલ સૌકોઇ પોતાનો એક બિઝનેસ શરૂ કરવા માગે છે. આઇડિયા ગમે તેટલો સારો હોય પરંતુ વેબસાઇટ વિના આ નવો બિઝનેસ હંમેશા અધૂરો લાગે છે. પરંતુ હવે તમારે વેબસાઇટ બનાવવા માટે વિચારવાની જરૂર નથી. તમે પોતે જ તમારી વેબસાઇટ તૈયાર કરી શકો છો અને તે પણ એકદમ Freeમાં. ચાલો તમને જણાવીએ કેવી રીતે….
Google Sitesમાં બનાવી શકાય છે Free વેબસાઇટ

જી હા. આ Free જ છે. Google Sitesમાં તમે કોઇ પૈસા ખર્ચ કર્યા વિના એક વેબસાઇટ તૈયાર કરી શકો છો. અહીં વેબસાઇટ તૈયાર કરવા માટે કોઇ ફીસ લેવામાં નથી આવતી. સૌથી સારી વાત એ છે કે આ એકદમ સરળ પણ છે. તેના માટે ફક્ત તમારી પાસે એક ગૂગલ એકાઉન્ટ હોવુ જોઇએ. https://sites.google.com/new પર જઇને શરૂઆત કરો.

જાતે જ કરો વેબસાઇટ ડિઝાઇન

ગૂગલ સાઇટ્સની એક સારી વાત એ છે કે તેને શરૂ કરવા માટે તમારે કોઇ વેબ ડિઝાઇનર અથવા વેબ પ્રોગ્રામિંગનું નોલેજ હોવુ જરૂરી નથી. ગૂગલ સાઇટ્સમાં તમે પહેલા જ તૈયાર કરેલા ટેમ્પલેટ્સનો ઉપયોગ કરી શકો છો.
પાંચ કેટેગરીમાં બનાવવામાં આવી શકાય છે વેબસાઇટ

ગૂગલ સાઇટ્સ તમને પાંચ કેટેગરીમાં પોતાની વેબસાઇટ બનાવવાનો ઓપ્શન આપે છે. તમે પોર્ટફોલિયો, ટીમ, ઇવેન્ટ, હેલ્પ સેન્ટર અથવા પ્રોજેક્ટ કેટેગરીમાં પોતાની વેબસાઇટ તૈયાર કરી શકો છો.
તમારી મરજીથી સિલેક્ટ કરો ફોટો અને ટેક્સ્ટ

ગૂગલ સાઇટ્સની એક સારી વાત એ છે કે તમારા ઉપર કંઇ થોપવામાં નથી આવતુ. તમે તમારી મરજીથી તમારી વેબસાઇટ માટે ટેક્સ્ટ, કલર અને થીમ સિલેક્ટ કરી શકો છો. આ ઉપરાંત વેબસાઇટમાં તમારી મરજી પ્રમાણે ફોટો પણ લગાવી શકાય છે.
Read Also
- શું તમે પણ ઈનબૉક્સમાં આવતા બહુજ Emailsથી પરેશાન છો? તો સ્પેમ મેઈલ્સને આ રીતે કરો બ્લોક અને અનસબ્સક્રાઈબ
- ડોક્ટર્સ V/S આયુર્વેદ ડોક્ટર્સ: ગુજરાતભરના 29 હજાર તબીબો ઉતરશે ભૂખ હડતાળ પર, આ રહ્યો તેમનો પ્લાન
- ગૌરવ/ ફિલ્મ નાયકની જેમ સૃષ્ટિ ગોસ્વામી રાષ્ટ્રીય બાલિકા દિવસે એક દિવસ માટે ઉત્તરાખંડની મુખ્યમંત્રી બનશે
- વેજલપુર પોલીસ સ્ટેશનના કર્મચારી પર હુમલો કરનાર કુખ્યાત આરોપી અમીન મારવાડી ઝડપાયો, અનેક ગુનામાં છે સંડોવાયેલો
- દેશની આ 3 બેંકોના એકાઉન્ટમાં આપના રૂપિયા છે તો છે સૌથી સેફ, RBIએ આપી ગેરંટી કે કયારેય નહીં ડૂબે