જુની સાડીઓ ફક્ત કબાટમાં પડી રહેતી હોય તો કાઢી લો બહાર, આ રીતે બનાવો સ્ટાઈલિસ્ટ કુર્તીઓ…

મહિલાઓ પોતાની જુની સાડીઓને ફેકી દે છે કે અથવા તો કઈને આપી દે છે. પરંતુ શું તમે જાણો છો કે જુની સાડીઓની મદદથી તમે વિવિધ પ્રકારના ડ્રેસ બનાવી શકો છો.

જો તમારી પાસે પ્રિન્ટેડ સાડી છે તો તેનો ઉપયોગ કરીને તમે અનારકલી પણ બનાવી શકો છો. તમે લેસનો ઉપયોગ કરીને સાડીથી બનવાવાળા અનારકલી ડ્રેસ બનાવી શકો છો.

પ્લેન સાડીનો ઉપયોગ કરીને તમે કોલ્ડ શોલ્ડર અનારકલી ડ્રેસ બનાવી શકો છો. અનારકલી પર સારો લાગે તેવો મેચિંગ પટ્ટો પણ લઈ શકો છો.

જો તમારી પાસે સિલ્કની સાડી છે તો આ રીતેનો અનારકલી તમે બનાવી શકો છો. સ્લીવલેસ અનારકલી ગરમીમાં સારું રહે છે. તમે તેમાં પ્રિન્ટેડ સાડીનો ઉપયોગ કરી શકો છો જે તમને અલગ લુક આપશે.

તસ્વીરમાં જોઈ શકાય એમ પ્લેન સાડીનો ઉપયોગ કરીને સ્ટાઈલિશ અને સુંદર અનારકલી તૌયાર કરવામાં આવી શકે છે. તેને તમે નાના ફન્કશન્સ કે કોઈ પણ પાર્ટીમાં પહેરી શકો છો. આ રીતે તમે જુની સાડીનો ઉપયોગ કરીને અનારકલી ડ્રેસ તૈયાર કરી શકો છો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter