GSTV
Home » News » ચોમાસાની સીઝનમાં બનાવો ગરમા-ગરમ પાપડના સમોસા

ચોમાસાની સીઝનમાં બનાવો ગરમા-ગરમ પાપડના સમોસા

ચોમાસાની સીઝનમાં ગરમ-ગરમ જમવાનું મળે તો મજા પડી જતી હોય છે અને તેમાં પણ જો ભજિયાં, દાળવડા, બટાકાવડાં હોય તો મજા અનેરી બની જતી હોય છે. સાથે તહેવારોની મજા માણવા ઘરે બનાવો પાપડના સમોસા. ટેસ્ટ તો અલગ લાગશે જ સાથે કોઈ ગેસ્ટ આવ્યાં હોય તો તેને નાસ્તામાં પણ આપી શકશો.


એક વાટકી મગ, સ્વાદ પ્રમાણે લાલ મરચું, મીઠું, સાકર, લીંબુના ફૂલ અને ગરમ મસાલો, બે ચમચી તેલ, આઠ દાણા કિસમિસ, ચાર ટુકડાં કરેલા કાજુ, પા ચમચી જીરું, તળવા માટે તેલ અને અડદના પાપડ.
રીત: મગને છ કલાક નવશેકા પાણીમાં પલાળવા, બરાબર પલળી ગયા બાદ તેને સૂકા જ અધકચરા વાટી લેવા. ત્યારબાદ થોડું તેલ મૂકી જીરું નાંખી અને તેમાં વાટેલા મગ તથા ઉપરનો બધો મસાલો નાખી બરાબર મિક્સ કરવું.

બે મિનિટ બાદ ઉતારી લેવું. ત્યારબાદ અડદના પાપડના ટુકડા કરી પાપડ પર પાણી લગાડીને તેને પાનબીડાની જેમ વાળવું. ત્યારબાદ તેમાં ઉપરનો મગનો મસાલો ભરવો. જો પાણીથી બરાબર ન ચોંટે તો ઘઉંના લોટની પેસ્ટ બનાવીને ચોંટાડવું. પછી તેલ મૂકીને સમોસાને ધીમા તાપે તળી લેવા. ગરમાગરમ જ પીરસવા. તેની સાથે તમે ખજૂર-આમલીની ચટણી સાથે સર્વ કરી શકો છો.

Read Also

Related posts

વિદેશી બ્યુટી ટીપ્સથી આ રીતે વધારો ચહેરાની સુંદરતા, મળશે ગજબ ટ્રાન્સફોર્મેશન

Arohi

પાર્ટનરની આ કુટેવોથી છો પરેશાન? તો સ્વીકારી લેવામાં જ છે ભલાઈ… કારણ કે તે ક્યારેય નહીં બદલાય

Arohi

બાથરૂમમાં જ આવે છે સૌથી વધુ હાર્ટ એટેક, આ કારણો છે જવાબદાર… ચેતી જજો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!