GSTV
Home » News » એકના એક નાસ્તાથી કંટાળી ગયા હોવ તો બનાવો કંઈક અલગ, બિકાનેરી ભુજિયા

એકના એક નાસ્તાથી કંટાળી ગયા હોવ તો બનાવો કંઈક અલગ, બિકાનેરી ભુજિયા

રાજસ્થાનના શહેર બિકાનેરની ફેમસ બિકાનેરી ભુજિયા બનાવો ઘરે અને વેકેશનમાં કરો બાળકોને ખુશ.
સમય-15થી 30 મિનિટ
જરૂરી સામગ્રી
એક કપ મઠની દાળનો લોટ
એક કપ બેસન
એક ટેબલ સ્પૂન કાળા મરી પાઉડર
એક ટેબલ સ્પૂન ઈલાયચી પાઉડર
1\2 ટેબલ સ્પૂન હિંગ
મીઠું સ્વાદમુજબ
પાણી લોટ બાંધવા માટે
તેલ જરૂર મુજબ


રીત
-સૌથી પહેલા એક વાડકીમાં બેસન, મઠનો લોટ, હિંગ, ઈલાયચી પાઉડર, કાળા મરી પાઉડર, મીઠું અને પાણી નાખી નરમ લોટ બાંધો.
-ત્યારબાદ પછી તેને સેવ પાડવાના મશીનમાં ભરો.
-ધીમા તાપે કઢાઈમાં તેલ ગરમ થવા મૂકો.
-તેલ ગરમ થાય એટલે મશીન ગોળ ફેરવો જેમાંથી સેવ કઢાઈમાં પડવા લાગશે.
-સેવને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળો અને એક પ્લેટમાં કાઢી લો.
-તૈયાર છે લાજવાબ બિકાનેરી ભુજિયા.

Read Also

Related posts

સિંગની ચીકી ઉત્તરાયણ પણ બનાવી હશે આજે ટ્રાય કરો સરસ પોપકોર્ન ચીકી

Dharika Jansari

યોગ અને વ્યાયામને એક-બીજાથી અલગ સમજવાની ભુલ ન કરતા, બંનેમાં છે આ 5 મોટા અંતર

Kaushik Bavishi

લડાઇ-ઝગડાથી નિરાશ ન થાઓ, પ્રિયજનને તમારી વધુ નિકટ લાવશે આ ખટપટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!