આજે ઘરે બનાવીને ટ્રાય કર્યા ‘પનીર કોર્ન રોલ’

પનીર ભાવતું હોય તેના માટે આ નવી વાનગી પનીર કોર્ન રોલ ટ્રાય ઘરે કરવા જેવી છે. આ રેસિપીમાં પનીરનો સ્વાદ તો મળશે જ સાથે સ્વીટ કોર્નની ફ્લેવર પણ છે. આ રેસિપી નાસ્તામાં બનાવી શકો છો. બનાવવામાં અડધો કલાક જેટલો જ સમય જાય છે. તો જોઇએ તેની બનાવાવની સરળ રીત.

સામગ્રીઓ-

100 -ગ્રામ છીણેલું પનીર
1/2 -મકાઈના દાણા
8 -બ્રેડ સ્લાઈસ
2 -ઝીણી સમારેલી ડુંગળી
1/2 -નાની ચમચી આદુ-લસણની પેસ્ટ
2-3 -ઝીણા સમારેલા લીલા મરચાં
1 – ચમચી મરી પાઉડર
2 – ચમચી લીંબુનો રસ
3 – ચમચી કોર્નફ્લોર
1 – ચમચી ટોમેટો કેચઅપ
મીઠું- સ્વાદ અનુસાર
તેલ -તળવા માટે

રીત-

મીડિયમ ફ્લેમ પર એક પેનમાં 1-2 ચમચી તેલ નાખીને ગરમ થવા દો. તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી, આદુ-લસણની પેસ્ટ, લીલા મરચાં, મરી પાઉડર અને લીંબુનો રસ મિક્સ કરીને 2-3 મિનિટ સુધી હલાવતા રહો. ત્યાર બાદ પેનમાં મકાઈ, પનીર, કેચઅપ અને મીઠું નાંખીને બરાબર મિક્સ કરી લો. આ તૈયાર મસાલાને થોડીવાર ઠંડો પડવા દો.

એક વાટકીમાં થોડો કોર્નફ્લોર, જરાક મીઠું અને પાણી મિક્સ કરીને સ્લરી બનાવો. હવે કડાઈમાં તેલ લઈ મીડિયમ આંચ પર ગરમ થવા મૂકો. બ્રેડ સ્લાઈસની કિનારીઓ કાપીને કિનારીઓને વણો. બ્રેડની વણેલી સ્લાઈસની વચ્ચે તૈયાર કરેલું સ્ટફિંગ ભરો. અને તેનો રોલ વાળી લો. આ રોલને પહેલા કોર્નફ્લોરની સ્લરીમાં ડૂબાડો અને પછી તેલમાં ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો. આ રીતે બાકીના રોલ પણ બનાવો.

તૈયાર ગરમ- ગરમ પનીર કોર્ન રોલ્સને ચટણી કે સૉસ સાથે સર્વ કરો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter