GSTV

શિયાળો જાય એ પહેલાં આખા વર્ષ માટે સ્ટોર કરી લો મેથી, આખુ વર્ષ થેપલાં-મૂઠિયાંની લો મજા

કસૂરી મેથી એટલે કે સૂકી મેથીનો ટેસ્ટ ખૂબજ સરસ હોય છે. કસૂરી મેથીને અલગ-અલગ ઘણી રીતે બનાવી શકાય છે. ત્યારબાદ દાળ-શાકનો વઘાર હોય કે નાન બનાવવાના હોય કે પછી થેપલાં-મૂઠિયાં બનાવવાનાં હોય, દરેક કામમાં ઉપયોગી રહે છે. આજ-કાલ ઘણા લોકો કસૂરી મેથી બજારમાંથી તૈયાર લાવે છે. પરંતુ તેને જો ઘરે જ બનાવવામાં આવે તો તે સ્વસ્છ અને હેલ્ધી તો હોય છે, સાથે-સાથે સસ્તી પણ બહું પડે છે.

કસૂરી મેથી બનાવવાની રીત

સૌપ્રથમ મેથીએ બરાબર ધોઇને સાફ કરી કોરી કરી દો.
ત્યારબાદ તેમાંથી પત્તાં ચૂંટીને કૉટન અથવા મલમલના કપડા પર પાથરી 2-3 દિવસ તડકામાં સૂકવો.
એ વાતનું ખાસ ધ્યાન રાખો કે, પાન પૂરેપૂરાં સૂકાઇને કડક ન થઈ જાય ત્યાં સુધી સૂકવો.
ત્યારબાદ આ પત્તાંને ક્રશ કરી કોઇપણ એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરી શકો છો.


તેનો ઉપયોગ દાળ, શાક, નાન, પરાઠા, થેપલાં વગેરેમાં ઉપયોગમાં લઈ શકાય છે.
લોટ બાંધતી વખતે જ જો અંદર આ મેથી મિક્સ કરવામાં આવે તો પરાઠા બહું ટેસ્ટી બને છે.
આ રીતે બનાવેલી મેથીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે.

Read also:

Related posts

કોરોનાને કારણે IOCએ કરી ટોક્યો Olympicની નવી તારીખની જાહેરાત

Karan

સિલીગુડીમાં રેઈનકોટ-સનગ્લાસ પહેરીને ડૉક્ટરો લડી રહ્યા છે Corona સામે જંગ

Karan

કોરોના સમગ્ર વિશ્વ માટે સૌથી જોખમકારક પણ આ લોકો માટે આર્શીવાદ સમાન પૂરવાર થયો, મળી ગઈ 2 મહિનાની છૂટ

Karan
Do NOT follow this link or you will be banned from the site!