રશિયાની કંપની રોસ્ટેક સ્ટેટ કોર્પોરેશન ભારતના હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એચએએલ સાથે મળીને બેંગ્લુરૂમાં 140 હેલિકોપ્ટરનું નિર્માણ કરશે. આ વર્ષે મે ભારત અને રશિયાએ આ સંયુક્ત સાહસની શરૂઆત કરી હતી. જેમાં બંનેની ભાગીદારી 51:49ની છે.
રોસ્ટેક એક રશિયન કંપની છે જેની સ્થાપના 2007માં ડેવલપમેન્ટ, પ્રોડક્શન અને સિવિલ તથા મિલિટરી એપ્લિકેશન માટે હાઇટેક ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ ડિઝાઇન માટે કરવામાં આવી હતી. કંપનીના સીઇઓએ જણાવ્યું હતું કે ભારતમાં કેએ-226 ટી હેલિકોપ્ટર્સનું પ્રોડક્શન ટ્રાંસફરિંગ મેન્યુફૈક્ચરિંગ ટેકનોલોજી દ્વારા કરવામાં આવે છે. ભારતના ડિફેન્સ એન્ટરપ્રાઇઝના સેટઅપ માટે રશિયાએ 100 ટકા મૈન્યુફેક્ચરિંગ ટેકનોલોજીને ટ્રાંસફર કરી છે. મોસ્કોથી આશરે 40 કિલોમીટર દૂર 6 દિવસની ઇન્ટરનેશનલ એનિએશન એન્ડ સ્પેસ કોન્ફરન્સમાં રોસ્ટેક સીઈઓએ આ વાત જણાવી હતી.
ભારતમાં પહેલા રશિયન લાઇસન્સ સાથે Su-30 એમકે આઈ એરક્રાફ્ટ અને ટી 90એલ ટેંકના નિર્માણ ઉપરાંત આરડી 33 એરક્રાફ્ટ એન્જિનના સમારકામનું કામ થઈ રહ્યું છે. બંને દેશના જોઇન્ટ વેન્ચર તરીકે રશિયા બે વર્ષમાં KA-226T હેલિકોપ્ટરનો સપ્લાઈ કરશે. અને ભારતમાં પ્રોડક્શનનું આઉટપુટ વધારશે.