GSTV

ઘરે જ બનાવો ફટકડીમાંથી ચૂર્ણ, જોવા મળશે તેના અનેક ફાયદા……

Last Updated on July 5, 2018 by

ફટકડીના ઘણા ફાયદાઓ વિશે તમે સાંભળ્યું હશે , પરંતુ ફટકડીના ચૂર્ણ વિશે કોઇ ખાસ માહિતગાર નહી હોઇ. સાવ સસ્તામાં મળતી ફટકડીના ચૂર્ણથી રક્તસ્ત્રાવ, નસકોરી, દાઝવું, ઘા ધોવા, મોં પાકી જવું, કાકડા, આંખના રોગ, ચર્મરોગ, દાંતની તકલીફ વગેરેમાં ખૂબજ ફાયદાકારક છે. આજે અમે તમને જણાવીશું, ફટકડીનું ચૂર્ણ બનાવવાની રીત અને તેના ફાયદાઓ વિશે…

બનાવવાની રીત:

ફટકડીને બરાબર સાફ કરીને ખાંડી લો. ત્યારબાદ તેને તવી પર ગરમ કરો. જેથી પીગળીને ચોસલું બની જશે. આ ચોસલાને ઠંડું થઈ જાય એટલે ખાંડીને ચૂર્ણ બનાવી એક બોટલમાં ભરી લો.

તેના ઉપયોગથી મળતા ફાયદાઓ:

રક્તસ્ત્રાવ: કઈંક વાગ્યું હોય અને લોહી વહેવાનું બંધ જ ન થતું હોય તો, ઘા પર આ ચૂર્ણ દબાવી કડક પાટો બાંધી દેવો.

દાઝવું: દાઝેલા ભાગ પર ફટકડીના ચૂર્ણવાળા પાણીમાં બોળેલી કપડાની પટ્ટી મૂકવાથી રાહત મળે છે.

નસકોરી ફૂટવી: દૂધ, પાણી કે ઘીમાં આ ચૂર્ણ મિક્સ કરો નાકમાં ટીંપાં પાડવાં પાણીમાં એક ચપટી ચૂર્ણ મિક્સ કરી પાવું.

ઘા: ફટકડીના ચૂર્ણવાળા પાણીથી ઘા ધોવાથી ઇન્ફેક્શન નથી થતું.

કાકડા: ફટકડીના ચૂર્ણવાળા પાણીમાં હળદર મિક્સ કરી કોગળા કરવાથી રાહત મળે છે.

નેત્રરોગ: આંખની કોઇ સમસ્યા હોય તો આ ચૂર્ણવાળા પાણીનાં આંખમાં ટીંપાં પાડવાં.

ચર્મરોગ: ચામડીના રોગ થયા હોય તો તેને ફટકડીના ચૂર્ણવાળા પાણીથી દોવાથી રાહત મળે છે.

દાંતની તકલીફો: દાંતની કોઇપણ તકલીફમાં ફટકડીના ચૂર્ણવાળા પાણીથી કોગળા કરવાથી રાહત મળે છે.

Related posts

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

CHANAKYA NITI / આ લોકોની ભૂલીથી પણ ન કરો ભલાઈ, ઊલટું પોતે ફસાઈ જશો મુસીબતમાં; જાણી લો કારણ

Vishvesh Dave

30 વર્ષ પછી શનિ આ રાશિમાં કરવા જઈ રહ્યો છે પ્રવેશ, 5 રાશિ વાળાનું ચમકશે ભાગ્ય

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!