GSTV

તૂટ્યો રેકોર્ડ / એક જ ઓવરમાં આઠ સિક્સ ફટકારીને પુરી કરી અડધી સદી, જાણો કોણ છે આ ધુરંધર બેટ્સમેન..?

Last Updated on October 20, 2021 by GSTV Web Desk

જો તમને પૂછવામા આવે કે, એક ઓવરમાં બેટ્સમેન કેટલા રન બનાવી શકે? તો તમે કહેશો કે 1 ઓવરમાં 6 બોલ હોય છે એટલે જો કોઈ બેટ્સમેન આ બધા જ બોલમાં સિક્સર ફટકારે તો 36 જેટલા રન થઈ શકે પરંતુ, આજે અમે તમને ક્રિકેટજગતના એક એવા ધુરંધર બેટ્સમેન વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેણે આ ગણતરીને ખોટી સાબિત કરી બતાવી છે. આ બેટ્સમેને જ્યારે આ ગણતરીને ખોટી સાબિત કરી બતાવી હતી ત્યારે સૌ કોઈ આશ્ચર્યચકિત થઇ ગયા હતા અને ચાહકો તો મોઢામા આંગળી નાખી ગયા હતા. ચાલો જાણીએ શું છે આખી ઘટના?

એક જ ઓવરમાં આઠ સિક્સ :

ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સેમ હેરિસને સોરેંટો ડનક્રેગ સિનિયર ક્લબ તરફથી રમી રહ્યા હતા ત્યારે તેમણે નાથન બેનેટની એક જ ઓવરમાં અર્ધસદી ફટકારી દીધી હતી. બેનેટે એક ઓવરમાં 8 બોલ ફેંક્યા હતા, જેમાં 2 નોબોલ નો બોલનો સમાવેશ થાય છે. આ ઘટના ૩૯ મી ઓવર દરમિયાન બની હતી. ઓસ્ટ્રેલિયાના આ બેટ્સમેને 39મી ઓવરમાં અડધી સદી ફટકારી દીધી હતી અને 40મી ઓવરમાં તેણે પોતાની સદી પુરી કરી લીધી હતી. જ્યારે ઈનિંગની છેલ્લી ઓવર રમાઈ રહી હતી ત્યારે સેમ ૮૦ રને હતો જેમાં તેણે તોફાની રીતે ૨૨ રન બનાવ્યા હતા. સોરેન્ટો ડનક્રેગે 40 ઓવરમાં 276 રન ફટકાર્યા હતા, જેમાં સેમની શાનદાર સદીનો પણ સમાવેશ થાય છે.

ક્રિકેટજગતની સૌથી મોંઘી ઓવર :

ન્યૂઝીલેન્ડના ક્રિકેટર બર્ટ વેન્સ એ અત્યાર સુધીના સૌથી મોંઘા બોલર સાબિત થયા છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ સુધી રમનારા વેન્સે 1990માં 77થી વધુ રનની એક ઓવર ફેંકી હતી. તે હજી પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની સૌથી મોંઘી ઓવર છે. વેન્સે ઓવરમાં ઘણા ફુલ ટોસ નોબોલ ફેંક્યા હતા. તેમની બોલિંગ દરમિયાન એકસાથે સતત પાંચ સિક્સ ફટકારવામા આવી હતી. તે ક્રિકેટની દુનિયામાં સૌથી મોંઘી ઓવર પણ રહી છે.

યુવરાજના નામે એક ઓવરમાં છ સિક્સનો રેકોર્ડ :

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણ ખેલાડીઓ અત્યાર સુધીમાં એક ઓવરમાં સૌથી વધુ 6 ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે. યુવરાજ સિંહે ટી-20 વર્લ્ડ કપ 2007માં ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 6 સિક્સ ફટકારી હતી. આ ઘટના બાદ તે રાતોરાત હીરો બની ગયો હતો. સાઉથ આફ્રિકાના હર્શેલ ગિબ્સે પણ ૨૦૦૭ માં નેધરલેન્ડ્સ સામે એક ઓવરમાં 6 સિક્સ ફટકારી હતી. આ સિવાય કિરોન પોલાર્ડે પણ શ્રીલંકા સામે એક ઓવરમાં 6 સિક્સ ફટકારી હતી.

Read Also

Related posts

મુર્ખામીની હદ છે/ ચેલેન્જના ચક્કરમાં યુવકે ડિયોડ્રેંટ સાથે કર્યો એવો ખેલ, ફ્રીઝ થઇ ગયા નિપ્પલ

Bansari

Amazon ફરી વિવાદમાં/ તિરંગા વાળી ટી-શર્ટ અને જૂતા વેચવાના આરોપમાં જોરદાર વિરોધ, Twitter પર બૉયકૉટ કેમ્પેન થયુ ટ્રેન્ડ

Bansari

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!