GSTV

બજારમાં મોંઘી કલરફુલ આઈલાઈનર પાછળ પૈસા ન ખર્ચતાં, ઘરે બનાવો આ સરળ રીતથી

આંખોમાં જેલ આઈલાઈનર લગાવાની એક ફેશન શરૂ થઈ ગઈ છે. કેમકે જેલ લાઈનર વોટરપ્રૂફ હોવાની સાથે આંખોને ખૂબસૂરત લુક પણ આપે છે. આજકાલ માત્ર કાળી નહીં, લીલા, લાલ અને કપડાંની મેચિંગની લાઈનર લગાવવાનો ટ્રેન્ડ છે. દર વખતે ટ્રેન્ડના ચક્કરમાં આપણે બજારમાંથી મોંઘી કલરફુલ આઈલાઈનર ખરીદવાની જગ્યાએ ઘરે બનાવી શકો છો. તો આજે તમને સરળતાથી ઘરે આઈલાઈનર બનવાતા શિખવીએ.


-જેલ આઈલાઈનર બનાવવા માટે ખાલી આઈશેડો, એક નાનું કંટેનર, આઈ પ્રાઈમર અને નારિયેળનું તેલ.
-ઘરે જેલ આઈલાઈનર બનાવવા માટે કાળા આઈશેડો અથવા કલરફુલ આઈશેડોને કોઈ નાના કંટેનરમાં ભરી દો. હવે તેમાં થોડું પ્રાઈમર લઈ બરાબર મિક્સ કરી દો. જેમાં નારિયેળના તેલનાં કેટલાક ટીપાં મિલાવો. ઘરે જ આઈલાઈનર બનીને તૈયાર છે.


-ઘરે જ તમે સરળતાથી રંગબેરંગી આઈલાઈનર બનાવી શકો છો જે બહાર બજારમાં સરળતાથી નથી મળતી. સાથે જ આ આઈલાઈનર બહુ જ સ્મૂધ હોય છે. જેનાથી આંખોની ખૂબસૂરતૂ વધે છે અને આ જેલ લાઈનર સાતથી આઠ કલાક સુધી ટકી રહે છે.

ખાસ વાતોનું રાખો ધ્યાન

હંમેશાં આઈલાઈનર માટે લૂઝ આઈશેડોનો ઉપયોગ કરો. જો આઈલાઈનરમાં શિમરી ઈફેક્ટ નથી આપવા માગતા તો મેટ આઈશેડોનો ઉપયોગ કરી શકો છો.

Read Also

Related posts

World Rose Day: કેન્સર સામે જંગ લડી રહેલા લોકો માટે છે ખાસ દિવસ, જાણો વિગતે…

Ankita Trada

વજન ઓછુ કરવાની સાથે સાથે હિમોગ્લોબિન પણ વધારે છે મશરૂમ (Mushroom), બીજા પણ છે અઠળક ફાયદા

Arohi

રાહુલ તરફ નિશા ક્યારે આકર્ષાવવા લાગી અને મોહજાળમાં ફસાઈ ગઈ તેને તેનું ભાન જ ન રહ્યું અને પછી જે કરી બેસી….

Arohi
Do NOT follow this link or you will be banned from the site!