GSTV
Food Funda Uncategorized

ગરમીઓમાં બનાવો મજેદાર…ચટપટી સાબુદાણાની ખીચડી

ઉપવાસની અનેક વાનગીઓમાં સાબુદાણાની ખીચડી એક આદર્શ વાનગી છે. છતાં પણ કુટુંબમાં જે લોકો ઉપવાસ નથી કરતાં તે લોકો જ આ ખાચડીને સમાપ્ત કરી નાખશે, એવી સ્વાદિષ્ટ અને મજેદાર બને છે આ ખીચડી. તે ખાવામાં પણ ખૂબજ ટેસ્ટી અને ચટપટી હોય છે. જો તમારે આજે ઘરે સાબુદાણાની ખીચડી બનાવી છે. તો જોવો તેને કેવી રીત બનાવીશું.

સામગ્રી-
સાબુદાણા – 1 કપ
ઘી -2 ચમચી
જીરું – 1 ચમચી
લીલા મરચાં -3
બટાકા (બાફેલા) – 1
મગફળી (શેકેલી) – 3ચમચી
ખાંડ-1 ચમચી
મીઠું – 1/2 ચમચી
ધાણા – 2 ચમચી
લીંબુ – 1/2

રીત-
1. પહેલાં એક વાટકીમાં સાબુદાણા અને પાણી નાખીને તેને 3 કલાક સુધી મૂકી દો, જ્યાં સુધી સાબુદાણા નરમ થઈ ત્યાં સુધી તેને રાખો.
2. પછી સાબુદાણાના પાણીને નિતારી દો.
3. એક કઢાઇમાં ઘી ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો.
4. તે પછી તેમાં લીલા મરચાં અને બટાકા ઉમેરો તેને 2 મિનિટ સુધી રાંધો.
5. હવે તેમાં મીઠું, મગફળી, ખાંડ અને મીઠું ઉમેરો અને તેને સારી રીતે ભેળવી દો.
6. તેને 3 મિનિટ માટે રાંધો.
7. તેમાં પછી કોથમીર અને અડધા લીંબુનો રસ ઉમેરો.
8. હવે સાબુદાણાની ખિચડી તૈયાર છે. તેને પીરસો.

Related posts

Supreme Court/ ચૂંટણી ચિહ્ન ફાળવણીના કેસને સુપ્રીમ કોર્ટે કર્યો રદ્દ, જાણો શું કહ્યુ?

Hemal Vegda

Recipe/ માત્ર 10 જ મિનિટમાં જ તૈયાર કરો બાળકોના ફેવરિટ ચોકલેટ મોદક

Damini Patel

રશિયાની શાળામાં બંદૂકધારીએ કર્યો ગોળીબાર, 6 લોકોના થયા મોત

Hemal Vegda
GSTV