GSTV
Food Funda Life Trending

હોમ પાર્ટી માટે બનાવો ફ્રાઈડ મસાલા બટાટાં, બાળકોથી લઈને મોટાઓને આવશે પસંદઃ જાણો રેસ્ટોરન્ટ સ્ટાઈલ રેસીપી

દરેક વ્યક્તિ સાંજના ભોજનને ચટાકેદાર બનાવવા માટે અલગ અલગ વાનગીઓ બનાવતા હોય છે. એમાંય વરસાદી માહોલ હોય ત્યારે ચોક્કસ ઝડપથી બની જાય તેવી ચટાકેદાર વાનગી માટે તલસતા હોય છે. સાંજને વધુ આનંદપ્રદ બનાવવા માટે ક્રિસ્પી નાસ્તો શોધી રહ્યાં હોય તો આ વાનગી તમારા માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે. મોટા ભાગની વ્યક્તિના ઘરે બટાટાંની હાજરી અચૂક હોય છે. બટાકા, દેશી મસાલા અને તાજા ધાણા વડે બનાવેલ આ સ્વાદિષ્ટ વાનગી ચા કે કોફી સાથે આનંદ બેવડાવી દેશે. જો તમે અચાનક પાર્ટીનું આયોજન કરી રહ્યા છો, તો આ નાસ્તો શ્રેષ્ઠ વિકલ્પ છે. બટાકાની રેસિપી મોટાભાગના લોકોને પસંદ આવે છે.

તળેલા મસાલા બટેટા બનાવવા માટેની સામગ્રી

  • 200 ગ્રામ બટાટાં છાલ સહિત
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 2 મુઠ્ઠી લીલા ધાણા
  • 1 ચમચી કાળા મરી
  • 2 ચમચી લીંબુનો રસ
  • 4 લીલા મરચા
  • મીઠું સ્વાદ મુજબ પાણી જરૂરિયાત મુજબ
  • 1 ટીસ્પૂન ચાટ મસાલો
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • તળવા માટે તેલ

તળેલા મસાલા બટેટા બનાવવાની રીત

આ સરળ રેસિપી બનાવવા માટે સૌપ્રથમ બટાટાંને ધોઈને ચોખ્ખા કરી લો. એક પેન લો અને કડાઈમાં તેલ નાખો, જ્યારે તેલ પૂરતું ગરમ ​​થઈ જાય, ત્યારે તેમાં લસણની કળીઓ અને બટાટાં નાંખીને સાંતળી લો. બટાટાં બ્રાઉન થાય એટલે તેમાં મસાલો, કોથમીર, લીંબુનો રસ અને લીલા મરચાં ઉમેરો. બટાટાંને ફ્રાય કરો અને ડીપ સાથે સર્વ કરો. જો તમે ઈચ્છો તો તેના પર ચીઝ નાખીને પણ સર્વ કરી શકો છો. બાળકોને ચોક્કસપણે આ રેસીપી ગમશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ભાગલા માત્ર શિવસેનામાં નથી પડ્યા, પક્ષ સાથે જોડાયેલા પરિવારોમાં પણ ભંગાણ, ક્યાંક ભાઈઓ તો ક્યાંક બાપ દીકરા જુદા પડ્યા

Padma Patel

શિક્ષકોની ચાર હજાર જગ્યાઓ પર ભરતી થશે, પ્રતિ માસ આટલો પગાર

Kaushal Pancholi

બજારમાં સતત પાંચા દિવસે તેજી: સેન્સેક્સ સાથે નિફ્ટી ઓલટાઇમ હાઇ સપાટીએ

Padma Patel
GSTV