GSTV

માત્ર 3 જ રૂપિયામાં બનાવો આખા મહિનાનું લિક્વિડ, મચ્છર નહીં ફરકે આસપાસ પણ

વરસાદની સાથે-સાથે મચ્છરો અને મચ્છરજન્ય રોગોમાં પણ વધારો થઈ રહ્યો છે. મચ્છરના કારણે જ મલેરિયા, ડેન્ગ્યૂ, ચિકન ગુનિયા જેવા રોગોનો ખતરો રહે છે. યોગ્ય સમયે તેની ટ્રીટમેન્ટ કરાવવામાં ન આવે તો આ રોગો જીવલેણ પણ નીવડી શકે છે. એટલે જ આ રોગોથી બચવાનો સૌથી સારો ઉપાય છે મચ્છરોથી બચવું. આ માટે મચ્છરદાનીની સાથે-સાથે મોસ્ક્યૂટો રેપલેંટનો ઉપયોગ કરવામાં આવતં હોય છે. આ માટે બજારમાં ઘણી કંપનીઓની રિફિલ મળી રહે છે, પરંતુ તે બહુ મોંઘી હોય છે, જેનો ખર્ચો મધ્યમ વર્ગને મોંઘો પણ પડી શકે છે. એટલે જ આજે અમે તમારા માટે લાવ્યા છીએ ઘરે જ આ રિફિલનું લિક્વિડ બનાવવાની રીત.

ઘરે જ બનાવો રિફિલનું લિક્વિડ:

મચ્છર ભગાડવા માટે લોકો રિફિલનો ઉપયોગ કરે છે. આ રિફિલમાં લિક્વિડ ભરેલું હોય છે, જે એક મશીનમાં ફિટ કરવામાં આવે છે. મશિન રિફિલના લિક્વિડને ગરમ કરે છે અને હવામાં ફેલાય છે, જેનાથી મચ્છર ભાગી જાય છે. આ લિક્વિડ તમે માત્ર 3 રૂપિયાના ખર્ચે ઘરે પણ બનાવી શકો છો.

ઘરે જ લિક્વિડ બનાવવાની રીત:

તમારી પાસે કોઇપણ કંપનીનું રિફિલ મશીન હોય તો, તેના માટે તમે ઘરે જ લિક્વિડ બનાવી શકો છો. આ માટે જરૂરી છે કપૂર અને ટર્પેંન્ટાઈન તેલ. ટર્પેંન્ટાઈન તેલ હાર્ડવેયરની શોપમાં મળી રહેશે અને કપૂર પૂજા કે કરિયાણાની દુકાનમાંથી મળી રહેશે. બંને વસ્તુઓ ખૂબજ સસ્તી છે. એક લીટર ટર્પેંન્ટાઈન અને એક પેકેટ કપૂરથી 2 વર્ષ ચાલે એટલું લિક્વિડ બની શકે છે.

આ રીતે થશે બચત:

  • કપૂરનું એક પેકેટ લગભગ 20 રૂપિયામાં આવશે.
  • એક લિટર ટર્પેંન્ટાઈન તેલની કિંમત લભગભ 45 રૂપિયા.
  • બંન્નેનો કુલ ખર્ચ થશે 65 રૂપિયા.
  • 65 રૂપિયામાં બનશે 2 વર્ષનું લિક્વિડ.

આવી રીતે તૈયાર કરો લિક્વિડ:

સૌથી પહેલા કપૂરને બારીક પીસી લો. ત્યારબાદ રિફિલમાંથી રૉડ કાઢી તેમાં કપૂર નાખો. ત્યારબાદ તેમાં ટર્પેંન્ટાઈન તેલ નાખી રૉડ ફીટ કરી દો. રિફિલ બંધ કરી તેને ત્યાં સુધી હલાવતા રહો જ્યાં સુધી કપૂર અંદર બરાબર ભળી ન જાય.

  • કપૂરના એક પેકેટમાં 24 કરતાં પણ વધુ ટીકડી હોય છે. એક લિટર ટર્પેન્ટાઇનમાંથી 24 કરતાં વધુ રિફિલ ભરી શકાય છે. આમ 65 રૂપિયાના ખર્ચે બનશે 2 વર્ષની રિફિલ ભરવાનું લિક્વિડ.

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!