માત્ર 2 મિનિટમાં ઘરે બનાવો ચોકલેટ બ્રાઉની!

જો ચોકલેટ અને સ્વીટ ડિશ તમને પસંદ હોય તો બ્રાઉની પણ તમને ભાવતી જ હશે. બ્રાઉનીનું નામ સાંભળીને જ મોંમા પાણી આવી જાય છે. તો બનાવો માઈક્રોવેવમાં ચોકલેટ બ્રાઉની. તો જોઇએ તેની બનાવવાની રીત…

2-4 લોકો માટે બ્રાઉની બનાવવાની સામગ્રી છે.

સામગ્રીઓ-
2- કપ મેંદો
2- ચમચી દળેલી ખાંડ
2- કોકોઆ પાઉડર
2- ચમચી દૂધ
1 – ચમચી તેલ
2- ચમચી સમારેલા ડ્રાયફ્રૂટ્સ (કાજુ, બદામ, અખરોટ વગેરે)
2- ચમચી ચોકલેટ સિરપ

રીત.

1.સૌપ્રથમ માઈક્રોવેવના બાઉલમાં મેંદો, દળેલી ખાંડ, કોકોઆ પાઉડર અને ડ્રાય ફ્રૂટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

2.પછી તેમાં દૂધ, ચોકલેટ સિરપ અને તેલ નાખીને મિક્સ કરી લો.

3.હવે આ બાઉલને બે મિનિટ માટે માઈક્રોવેવમાં 180 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર રાખીને બેક કરી લો. બસ તૈયાર છે તમારી ચોકલેટ બ્રાઉની. થોડી ઠંડી થયા બાદ સર્વ કરો.

4.ચોકલેટ સિરપ કે આઈસ્ક્રીમ સાથે બ્રાઉની સર્વ તમે કરી શકો છો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter