GSTV
Home » News » ઠંડીમાં વાળ ડ્રાય થતા બચાવવા લગાવો આ 3 માંથી 1 હોમમેડ કંડિશનર, એકપણ નુકસાન વગર આપશે ફાયદા

ઠંડીમાં વાળ ડ્રાય થતા બચાવવા લગાવો આ 3 માંથી 1 હોમમેડ કંડિશનર, એકપણ નુકસાન વગર આપશે ફાયદા

શિયાળામાં વાળ બહુ ડ્રાય થઈ જાય છે અને વાળ અને સ્કિન બંને શુષ્ક દેખાય છે. વાળની ચમક પણ જતી રહે છે. એટલે જ વાળની ચમક જાળવી રાખવા માટે મહિલાઓ કંડિશનરનો ઉપયોગ કરતી હોય છે. બજારમાં મળતાં રેડીમેડ કંડિશનરમાં જાત-જાતનાં કેમિલક્સ હોય છે, જે વાળાને સ્મૂધ તો બનાવે છે, પરંતુ લાંબાગાળે ઘણું નુકસાન પહોંચાશે છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ કંડિશનર ઘરે બનાવવાની રેસિપિ, એ પણ ત્રણા પ્રકારના. જે તમને રેડીમેડની તુલનામાં ઘણાં સસ્તાં પડશે અને કોઇપણ જાતના નુકસાન વગર સંખ્યાબંધ ફાયદા પણ આપશે.

  1. મધ અને કોપરેલ: મધ વાળને કન્ડિશન કરે છે અને કોપરેલ વાળને પોષણ આપે છે. 1 ચમચી તેલમાં 1 ચમચી મધ, 2 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી ગુલાબજળ બરાબર મિક્સ કરી શેમ્પૂ કર્યા બાદ લગાવો અને 10-15 મિનિટ રહેવા દઈ વાળ ધોઇ લો.

2. કેળાનું કન્ડિશનર: રફ અને ડ્રાય વાળ માટે કેળાં ખૂબ ફાયદાકારક છે. 1 વાટકીમાં 1 મોટું કેળું, 1 ચમચી મધ, 3 ચમચી દૂધ, 3 ચમચી ઓલિવ ઓઇલ અને 1 ઈંડું નાખી પેસ્ટ બનાવી 15-30 મિનિટ વાળમાં રાખી ધોઇ લો.
.

૩. દહીંનો ઉપયોગ: દહીંમાં રહેલ લેક્ટો એસિડ સ્કાલ્પને ક્લીન કરી તેમાં રહેલ પ્રોટીન વાળને પોષણ પણ આપે છે, એક વાટકીમાં 6 ચમચી દહીં અને 1 ઈંડું નાખી મિક્સ કરી સ્કાલ્પ પર મસાજ કરો અને 15-30 મિનિટ પછી ધોઇ લો.

Related posts

ઉડાન સમયે પાયલટે હાથ ઊંચા કર્યા તો, એક પેસેન્જર આવ્યો મદદે, કરાવ્યું સુરક્ષિત લેન્ડિગ

NIsha Patel

LRDમાં 20 ટકા વેઈટિંગ લિસ્ટ બનાવી ખાલી જગ્યાઓ ભરાશે, 8,135 નિમણૂંક ઉમેદવારોને પત્ર અપાયા

Mayur

કામ કરતાં બેભાન થઇ ગઇ, બીજા દિવસે ઉઠી તો…ડિપ્રેશન પર દીપિકાનો ચોંકાવનારો ખુલાસો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!