ફટાફટ ઘરે બનાવો સ્વાદિષ્ટ તેલ વગરનું ‘લીંબુનું તીખું અથાણું’

જો આજે કંઇક અલગ રીતનું  અથાણું ખાવાનું મન થઇ રહ્યું છે. તો ફટાફટ ઘરે બનાવો તેલ વગરનું લીંબુનું તીખું અથાણું. તો જોઇએ તેની બનાવવાની રીત.

સામગ્રીઓ:
5 લીંબુ
250 ml પાણી
1 ચમચી હળદર
2 ચમચી મીઠું
1/2 ચમચી હીંગ
2 ચમચી લાલ મરચું

બનાવવાની રીત:
1.કુકરમાં પાણી લઈ લીંબુ નાખી 5 સીટી બોલાવી લો.
2.પછી લીંબુને બહાર કાઢી તેના ચાર ટૂકડાં કરી બીજ કાઢી લો.
3.ત્યારબાદ તેમાં મીઠું અને હળદર ઉમેરી બરાબર હલાવી 10 મિનિટ માટે મૂકી રાખો.
4.10 મિનિટ બાદ તેમાં હીંગ અને લાલ મરચું ઉમેરી મિક્સ કરી લો
5.તો તૈયાર છે તેલ વગરનું લીંબુનું અથાણું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter