GSTV
Gujarat Government Advertisement

ગુણોથી ભરપૂર એવા ફળોનું બનાવો કચુંબર

Last Updated on September 11, 2019 by

પૌષ્ટિક ફળોનું કચુંબર બનાવીને પણ તેનો જમવામાં ઉપયોગ કરી શકીએ છીએ. જે સ્વાસ્થ્ય માટે પણ ફાયદા કારક છે. અને ગુણોથી ભરપૂર હોવાથી હેલ્ધી પણ રહેશે.
સામગ્રી: ૧ સફરજન, ૧ મોટું પાકું કેળું, બંને મળી કુલ ૨૦૦ ગ્રામ, ૧ ચમચો રાજગરાની ધાણી, ૧ ચમચો પ્રવાહી ગોળ અથવા મધ, ૧ ચમચો લીંબુનો રસ, ૧ ચમચો મગફળી, પીસેલાં ૧ ચમચી અખરોટની મીંજનો ભૂકો.
રીત: પીસેલી મગફળીમાં ત્રણ ચમચા પાણી ટીપે ટીપે કરીને નાખીંને ખૂબ હલાવીને મેળવો. પછી તેને રાજગરાની ધાણી સાથે બરાબર મેળવો.

લીંબુનો રસ અને ગોળ અથવા મધ તેમાં નાંખી બરાબર હલાવો. સફરજનને બરાબર ધોઈ, ડાઘ કે ખરાબ ભાગ હોય તો તે કાઢી નાંખો. પછી સફરજનને છીણી નાંખો. કેળાની છાલ ઉતારી કેળાને છૂંદી નાંખો. હવે સફરજનની છીણ અને કેળાના છુંદાને ઉફલા મિશ્રણમાં વારંવાર હલાવીને મેળવો. આની ઉપર અખરોટનો ભૂકો ભભરાવો.
સૂચના: પીસેલી મગફળીને બદલે તલની મલાઈ ચાલે. અખરોટને બદલે બીજા કોઈ મીંજવાળા ફળોનો ભૂકો વપરાય. મલાઈ પૌંઆ અને અખરોટના મિશ્રણથી આ કચુંબર ખૂબ પૌષ્ટિક બને છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

હેલ્થ/ કોરોનાકાળમાં આદુનું દૂધ કરશે ફાયદો, આ સમસ્યાઓમાંથી મળશે છૂટકારો

Bansari

સાવધાન/ આ વસ્તુઓ ખાધા પછી ન પીવું જોઈએ તાત્કાલિક પાણી, થઇ શકે છે સ્વાસ્થ્યને નુકસાન

Damini Patel

સંશોધનમાં થયો ખુલાસો: મહિલાઓના શરીરમાં કઈ રીતે કામ કરે છે પુરૂષોનું સ્પર્મ, પ્રેગન્સી ઉપરાંત ભજવે છે આ મોટી ભૂમિકા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!