GSTV
Gujarat Government Advertisement

વાહ ! લખપતિ બનવાની તક, બનાવો માસ્કની શ્રેષ્ઠ ડિઝાઈન અને જીતો પાંચ લાખ ડૉલરનું ઈનામ

Last Updated on April 7, 2021 by Chandni Gohil

અમેરિકી સરકારે માસ્કની ડિઝાઈન સુધરે એ માટે ઝૂંબેશ શરૂ કરી છે. અમેરિકી હેલ્થ વિભાગની વેબસાઈટ પર ઈનામની જાહેરાત કરવામાં આવી છે. એ મુજબ માસ્કની ઉત્તમોત્તમ ડિઝાઈન તૈયાર કરનાર અમેરિકનને પાંચ લાખ ડૉલર (અંદાજે 3.65 કરોડ રૂપિયા) સુધીનું ઈનામ મળશે. અત્યારે માસ્ક પહેરવામાં લોકો અનેક મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે, પરંતુ જરૂરી હોવાથી પહેરવું પડે છે.

ભવિષ્યમાં માસ્ક લાંબો સમય પહેરવાનું થાય તો એ સરળ હોવું જોઈએ. ચહેરા પર ખંજવાળ, ઉશ્વાસ ચશ્માં પર જામ થવો, શ્વાસ લેવામાં મુશ્કેલી વગેરે અનેક પ્રકારની અડચણો માસ્ક સાથે સંકળાયેલી છે. આ બધી અચડણોમાંથી મુશ્કેલી અપાવે એવી ડિઝાઈની અમેરિકી સરકારને તલાશ છે.

આ માટે 21મી એપ્રિલ સુધીમાં માસ્ક ડિઝાઈન કરી મોકલવાની રહેશે. પાંચ લાખ ડૉલરની રકમ કોઈ એક વ્યક્તિને નહીં મળે પણ એ વિવિધ વિજેતાઓ વચ્ચે વહેંચી દેવાશે. માસ્ક ઈનોવેશન ચેલેન્જ નામની આ સ્પર્ધા અત્યારે અમેરિકી સરકારની ધ બાયોમેડિકલ એડવાન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સંચાલિત કરાઈ રહી છે.

માસ્ક પહેર્યા પછી બોલતી વખતે તકલીફ ન પડવી જોઈએ અને સાંભળનારને પણ સરળતા રહેવી જોઈએ. એવી તો ઘણી સરતો સ્પર્ધામાં રાખવામાં આવી છે. શરૂઆતમાં 40 બેસ્ટ આઈડિયા પસંદ કરવામાં આવશે અને એમાંથી પછી પ્રેક્ટિકલી શક્ય હોય એવા આઈડિયા પર સરકાર કામગીરી આગળ ધપાવશે.

read also

Gujarat Government Advertisement

Related posts

હેલ્થ ટિપ્સ / શું તમે દરરોજ રોમાન્સનો લાભ ઉઠાવી રહ્યાં છો, તો જાણો શું છે તેના અદભુત ફાયદાઓ

Dhruv Brahmbhatt

ધો. 1 થી 8માં માસ પ્રમોશન મુજબ પરિણામપત્રક બાબતે માર્ગદર્શન આપતો પરિપત્ર શિક્ષણ વિભાગે રજૂ કર્યો

Dhruv Brahmbhatt

ડરશો નહીં/ ‘પંખો સે નહી દોસ્તો હોંસલો સે હી ઉડાન હોતી હૈ’ સિવિલ હોસ્પિટલો મોત નહીં આપે છે જીવવાની નવી આશાઓ, ત્યાં પણ તો આખરે માણસો છે!

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!