GSTV

ઉનાળામાં અલગ રીતે બનાવો ચટાકેદાર કેરીનું અથાણું, આંગળીઓ ચાટતા રહી જશો

ઉનાળામાં દરેક ઘરમાં અવ નવા અથાણાં બનતા જ હોય છે. ફળનો રાજા ગણાતી કેરીના ન જાણે કેટ કેટલાં વ્યંજનો બનાવી શકાય છે. કેરી સ્વાદના ભંડારની સાથે સાથે ગુણકારી પણ છે. ઉનાળામાં કેરીનો સરબત લૂ લાગવાની સામે રક્ષણ આપે છે. કેરીનો સરબત, અથાણાં, કચુંબર અને આ ઉપરાંત પણ ન જાણે કેટકેટલા સ્વાદિષ્ઠ વ્યંજનો બનાવી શકાય છે. ગુજરાતના કેરી માટેના પ્રેમની વાત કરવામાં આવે તો ગુજરાતીઓ કાચી કેરીના અઢળક અથાણાંઓ બનાવે છે અને આખું વર્ષ ચાવથી ખાય છે.

આજની રેસિપીની વાત કરવામાં આવે તો તે પણ એક ચટપટા અથાણાંની જ છે. કાચી કેરીના ઘણાં અથાણાં તમે ખાધા જ હશે. આજે કંઇક અલગ રીતે કાચી કેરીનું અથાણું બનાવો. તે માટે જોઈ લો અથાણું બનાવવાની રીત.

સામગ્રી

4 કિલો કેરીના કાપેલા અને સુકવેલા ટુકડા

1 લીટર તેલ

100 ગ્રામ હળદર પાવડર

100 ગ્રામ લાલ મરચુ

500 ગ્રામ રાઈ દાળ

100 ગ્રામ વરિયાળી

50 ગ્રામ મેથી દાણા

5 ગ્રામ હિંગનો પાવડર.

બનાવવાની રીત 

રાઈ, મેથી, વરિયાળીને જુદી જુદી કરીને ધીમા તાપ પર શેકી લો. શેક્યા પછી ત્રણેયને વાટી લો. બધી સામગ્રીને તેલ નાખીને સારી રીતે મિક્સ કરી લો.  હવે આ મિશ્રણમાં કેરીના સુકવેલા ટુકડાને એક સાથે નાખીને સારી રીતે મિક્સ કરી લો. મિક્સ કર્યા પછી બરણીમાં ભરી લો.

 

 

Related posts

સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…

Pravin Makwana

તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો

Ali Asgar Devjani

શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!