આજે મકરસંક્રાન્તિ, ઉતરાયણનું પર્વ એટલે મોજ મસ્તી અને ઉમંગનું પર્વ, જાણો તેનું મહત્વ વિગતે

ખગોળ વિદ્યા પ્રમાણે મકરસંક્રાન્તિ એટલે સૂર્યનું મકરરાશિમાં જવું. આ પર્વ ! આયુર્વેદની દૃષ્ટિએ ઋતુચર્યા તથા દિનચર્યા માટે જાગૃત કરે છે. પ્રાચીન ઋષિઓ પ્રણીત ગ્રંથોમાં ઋતુચર્યા, દિનચર્યાનું સ્પષ્ટીકરણ કરેલું છે તે પ્રમાણે મકરસંક્રાન્તિમાં મગ, લોટ, તલ, શેરડી તથા લીલાચણાનું દાન આપવાનો તથા મગની ખીચડી કે નવી જુવારનો કે નવા ઘઉંનો ખીચડો ખાવાનો રિવાજ છે. ટાઢની મોસમમાં પિત્તનો સંચય થતો અટકાવવા મધુર દ્રવ્યો અને તેલવાળા તલ જેવા પદાર્થો ખવાય છે. ખીચડો ખાવાથી ગ્રીષ્મઋતુના પિત્તના કોપથી બચી શકાય છે. મંદિરોમાં ભગવાનના પ્રસાદ રૂપે પણ ખીચડો બનાવવામાં આવે છે. ઉતરાયણમાં પતંગને ચગાવવા માટે ઊંચા મનોરથ, ઉત્સાહ, ઉમંગ, પુરુષાર્થ અને હિંમત કેળવી તેનો ઉપયોગ કરવો જોઈએ.પતંગના ત્રણ અક્ષર કહે છે. પવિત્ર બનો, તંદુરસ્ત રહો, ગગન જેવા વિશાળ બનો, સંકુચિત ન બનો આમ ઉતરાયણ પર્વ આધ્યાત્મિક શારીરીક દ્રષ્ટીએ ખૂબજ મહત્વનું પર્વ ગણાય છે.

ઉતરાયણનું પર્વ એટલે મોજ મસ્તી અને ઉમંગનું પર્વ દિવસભર ઉંચા આકાશમાં પતંગો ઉડાવવાની સાથે ઉંધીયા જલેબીની જિયાફત ઉડાવવાનો ઉત્સવ. ઉતરાયણના પર્વે ગોળની વિવિધ પ્રકારની ચીકી ખાવાની સાથે દિવસભર ધીંગા મસ્તી સાથે ધાબાઓ ઉભરાયેલા જોવા મળે છે. તો અમદાવાદ જેવા શહેરના કોટ વિસ્તારમાં ઉતરાયણની તો ઉજવણી કંઇક અનોખી જ રીતે થતી હોવાથી દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાં વસતા ગુજરાતીઓ ખાસ ઉતરાયણના પર્વે ગુજરાત આવી જતા હોય છે. એમ કહીએ કે ઉતરાયણના પર્વે અમદાવાદીઓનો જે ઉત્સાહ જોવા મળતો હોય છે તે સવિશેષ હોય છે. તો પતંગના પેચ લડાવાની સાથે દિવસભર મોજ મસ્તીની સાથે સાંજ પડ્યે હોટેલ અને રેસ્ટોરામાં ટેસ્ટી ફૂડ માટે ગુજરાતીઓ મોટી ભીડ જમાવતા હોય છે. વર્ષમાં એક જ દિવસ લોકો મન મૂકીને અગાશી પર આ પર્વની ઉજવણી કરીને દર વર્ષે ઉતરાયણને યાદગાર બનાવી દેતા હોય છે.

એક તરફ મકરસંક્રાંતિનો પર્વ છે. તો બીજી તરફ ઉત્તરાયણનાં પર્વને લઇને પતંગ રસીયાઓમાં ખાસો ઉત્સાહ જોવાઇ રહ્યો છે. બજારોમાં છેલ્લી ઘડીની ભીડ જોવાં મળી. બજારોમાં વિવિધ પ્રકારનાં અવનવી ડિઝાઇનવાળાં પતંગો તેમજ વિવિધ માંઝાએ ખૂબ આકર્ષણ જમાવ્યું છે. આકાશી યુદ્ધ માટે ખાસ કરીને બાળકો અને યુવાનોમાં ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે. હિન્દુ ધર્મનો સૌથી મોટો મેળો કુંભ મેળો મકર સંક્રાંતિથી સંગમનગરી પ્રયાગરાજમાં શરૂ થયો છે.  આ મેળામાં કરોડો તીર્થયાત્રી સામેલ થવાના છે.  માનવામાં આવે છે કે પ્રયાગરાજમાં યોજાનાર કુંભ પ્રકાશ તરફ લઇ જાય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter