બુધાદિત્ય યોગમાં કેસરયુક્ત કુમકુમનો લેપ કરી પીળા વસ્ત્ર ધારણ કરી હાથોમાં વ્રજ ધારણ કરી સંક્રાંતિનું વાહન વાઘ તેમજ ઉપવાહન અશ્વ ઉત્તરથી દક્ષિણ તરફ ગમન કરશે. જ્યોતિષાચાર્ય મુજબ, સૂર્ય મકર રાશિઆમ પ્રવેશ 14 જાન્યુઆરીએ થશે. પરંતુ પંચાંગમાં સમયને લઇ ચાલી રહેલ ભેદને લઇ આ વર્ષે મકર સંક્રાંતિ બે દિવસ રહેશે. એનો પુણ્યકાળ બીજા દિવસે એટલે 15 જાન્યુઆરીની બપોરે 12 વાગ્યાને 49 મિનિટ સુધી રહેશે. આ રીતે મકર સંક્રાંતિ 14 અને 15એ ઉજવવામાં આવશે.
આ રીતે મકરસંક્રાંતિ પર સૂર્યને અર્ઘ્ય ચઢાવો

જ્યોતિષીના જણાવ્યા અનુસાર મકરસંક્રાંતિ પર પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાં શુદ્ધ જળ લઈ તેમાં રોલી, અક્ષત, લાલ ફૂલ અને તલ અને ગોળ મિક્સ કરીને પૂર્વ દિશા તરફ મુખ કરીને ઊભા રહો. બંને હાથ ઉંચા કરો અને ગાયત્રી મંત્ર અથવા ‘ ‘ऊं घृणि सूर्याय नम: श्री सूर्य नारायणाय अर्घ्य समर्पयामि” ‘ સાથે આદરપૂર્વક સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરો.
સંક્રાંતિ પર તલનું વિશેષ મહત્વ છે
મકરસંક્રાંતિના દિવસે તલનું વિશેષ મહત્વ છે. આ દિવસે પવિત્ર કાળમાં સફેદ તલને ઉકાળીને સ્નાન કરવું જોઈએ. તેની સાથે જ તલ અર્પણ, તલ અર્પણ, તલવાળી વસ્તુઓનું દાન અને સેવન કરવું જોઈએ. સફેદ તલથી દેવતાઓની પૂજા કરવી જોઈએ અને પિતૃઓને કાળા તલ ચઢાવવા જોઈએ.

આ તહેવાર ભારતના રાજ્યોમાં અલગ અલગ નામો સાથે ઉજવવામાં આવે છે.
ઉત્તર પ્રદેશમાં મકરસંક્રાંતિને ખિચડી ઉત્સવના નામે ઉજવવામાં આવે છે. તેને ગુજરાત અને રાજસ્થાનમાં ઉત્તરાયણ પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે બંને રાજ્યોમાં પતંગ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તમિલનાડુમાં તેને પોંગલ તરીકે અને પશ્ચિમ બંગાળમાં ભોગલી બિહુ તરીકે ઉજવવામાં આવે છે.

Read Also
- ૬૪ દિવસ અને ૭૩ મેચ બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ- 15ની સિઝન હવે અંતિમ મુકામે, એ.આર. રહેમાન, રણવીર સિંહ સહિતના સ્ટાર પર્ફોર્મ કરશે
- સ્પાઈસજેટ પ્લેનના વિન્ડશિલ્ડનો બહારનો કાચ તૂટ્યો, ગોરખપુર જતી ફ્લાઈટ મુંબઈ પરત આવી
- BIG NEWS: મહારાષ્ટ્રની અઘાડી સરકાર લાદશે આકરા પ્રતિબંધો, કોરોનાના દરદીઓમાં વધારો થતા સરકારે આપ્યા સંકેતો
- IPL FINAL 2022: ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPLનો ગ્રાન્ડ ફિનાલે, રાત્રે 8.00 વાગ્યાથી મેચ થશે શરૂ
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ