આજે દેશભરમાં મકરસંક્રાંતિની ઉજવણી, દાન સહિત ગંગામાં સ્નાનનું વિશેષ મહત્વ

દેશભરમાં આજે મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. મકરસંક્રાંતિના દિવસે દાન સહિત ગંગામાં સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ રહેલુ છે. ત્યારે વારાણસીમાં માઘ મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્નાન કરવા પહોંચ્યા છે. એક અંદાજ મુજબ વારાણસીમાં 75 લાખ શ્રદ્ધાળુઓ સ્નાનનો લાભ લેવાના છે.

ઉતરાયણના દિવસે ભગવાનને ખિચડીનો ભોગ ધરાવવામાં આવે છે. ત્યારે માઘ સ્નાન પહેલા વારાણસી અને અલહાબાદમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

મકરસંક્રાંતિના દિવસે પશ્વિમ બંગાળના ગંગાસાગરમાં લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે. નેપાળ, ભૂટાન અને બાંગ્લાદેશથી એક અંદાજ પ્રમાણે 20 લાખ ભક્તો ગંગાસાગરમાં આસ્થાની ડૂબકી લગાવવા પહોંચવાના છે.

બંગાળની ખાડીમાં આવેલા ગંગા નદીના સંગમમાં મકરસંક્રાંતિના સ્નાનનો વિશેષ મહિમા છે. મકરસંક્રાંતિએ શ્રદ્ધાળુઓ મોક્ષની મનોકામના સાથે ગંગાસાગરમાં ડૂબકી લગાવી ધન્યતા અનુભવે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter