GSTV
Home » News » 26 નવેમ્બર 2008 ભારતીય ઇતિહાસનો કાળો દિવસ, મુંબઇ હુમલાને થયો એક દાયકો

26 નવેમ્બર 2008 ભારતીય ઇતિહાસનો કાળો દિવસ, મુંબઇ હુમલાને થયો એક દાયકો

26 નવેમ્બર 2008 આ દિવસ ભારતીયોના જન માનસમાંથી ક્યારેય નહિં ભૂલાય. ભારતીય ઇતિહાસનો એવો કાળો દિવસ કે જેને યાદ કરતા પણ કંપારી છૂટી જાય. પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે મુંબઇમાં ઘુસેલા લશ્કરના 10 આતંકીઓએ સતત 4 દિવસ સુધી મુંબઇ પર એવો આતંક અને ખૌફ ફેલાવ્યો કે જેને મુંબઇગરાઓ આજે પણ નથી ભૂલ્યા.

મુંબઈમાં 26-11 હુમલાના 10 વર્ષ પૂર્ણ થતા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસ અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવે હુમલામાં શહીદોને શ્રદ્ધાજલિ અર્પણ કરી છે. સીએમ ફડનવીસ શહીદોને શ્રદ્ધાજલિ અર્પણ કરવા માટે મરીન લાઈન પહોંચ્યા હતા. જ્યા સીએમ ફડનવીસ સાથે ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા.

26 નવેમ્બર, 2008ના રોજ મુંબઈમાં આતંકવાદીઓએ 166 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. જેમા કેટલાક વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. ત્યારે મુંબઈમાં થયેલા હુમલામાં શહીદોને શ્રદ્ધાજલિ અર્પણ કરવામાં આવી છે.

આજે મુંબઈમાં આતંકી હુમલાની વરસી છે. ત્યારે શહેરમાં ગતરાતથી સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. જ્યાં આતંકી હુમલો થયો હતો. તે તાજ હોટલ અને નરીમાન હાઉસ ખાતે પણ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. 26 નવેમ્બર, 2008ના રોજ મુંબઈમાં આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. જેમા 166 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારે હુમલાના 10 વર્ષ પૂર્ણ થતા મુંબઈમાં શ્રદ્ધાજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

પાકિસ્તાનના 10 આતંકવાદીઓ પોતાના નાપાક ઇરાદા પાર પાડવાના મનસુબા સાથે કોલાબાના દરિયાકાંઠેથી બોટ વડે મુંબઇમાં ઘુસ્યા. તમામ આતંકી 2-2ના ગ્રુપમાં વહેંચાઇ ગયા અને મુંબઇના વિવિધ વિસ્તારમાં નીકળી પડ્યા. આતંકીઓએ તાજ હોટલ, ટ્રાઇડેન્ટ ઓબેરોય હોટલ, છત્રપતિ શિવાજી ટર્મિનસ, લિયોપોલ્ડ કાફે, કામા હોસ્પિટલ એમ વિવિધ સ્થળોએ બેફામ ફાયરિંગ અને આડેધડ ગ્રેનેડ બ્લાસ્ટ કરી નિર્દોષ લોકોના જીવ હણી લીધા.

આતંકી હુમલાની જાણ થતાં જ સૈન્યના જવાનો અને કમાન્ડોએ મેરેથોન ઓપરેશન શરૂ કર્યું. જેમાં 200 એનએસજી કમાન્ડો અને સૈન્યના 50 જવાનો સામેલ થયા. આ ઉપરાંત સૈન્યની અન્ય 5 ટુકડીઓને પણ મુંબઇ મોકલવામાં આવી. 29 નવેમ્બરે તાજ હોટલમાં આખરી આતંકવાદીને ઠાર માર્યા બાદ ઓપરેશન પૂર્ણ થયું. કુલ 10 પૈકી 9 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા. જ્યારે કે અજમલ કસાબને જીવતો પકડવામાં આવ્યો.

મુંબઇના આતંકી હુમલામાં અંદાજે 166 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. તો મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફીઝ સઇદ આજે પણ ખુલ્લેઆમ ફરી રહ્યો છે. મુંબઇ હુમલાને એક દાયકો વીતી ચૂક્યો છે. પરંતુ આ હુમલાએ શહીદ પોલીસ કર્મચારીઓ અને મૃતકોના પરિવારજનોને એવા ઘાવ આપ્યા છે જે એક દાયકા બાદ પણ નથી ભરાયા.

Related posts

નોટબંધીના સમયે જે જ્વેલર્સોએ મોટી રકમને આડાઅવળી કરી છે તેમનું આવી બન્યું !

Ankita Trada

દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની તાજપોશી કાર્યક્રમમાં નીતિન પટેલ ગેરહાજર રહેતા સર્જાયા અનેક તર્ક વિતર્ક

Nilesh Jethva

ગણતંત્ર દિવસનાં અવસરે CRPFની મહિલા જવાન કરશે અમેઝિંગ પ્રદર્શન, ફોટા જોઈને તમે કરશો ‘સેલ્યૂટ’

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!