GSTV
Cricket Sports Trending

ટીમ ઈન્ડિયાને ફટકો / બાંગ્લાદેશ પ્રવાસ પહેલા ટીમમાં મોટા ફેરફાર, સ્ટાર ખેલાડી બહાર

ભારતીય ટીમ અત્યારે ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે જ્યાં ટી-20 સીરીઝ જીત્યા બાદ હવે વન ડે શ્રેણી રમશે. આ સ્થિતિ વચ્ચે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ)એ બાંગ્લાદેશ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં બે મોટા ફેરફાર કર્યા છે જેમાં એક સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને ફાસ્ટ યુવા બોલર યશ દલાલને બહાર થઈ ગયા છે. બંને પ્લેયરોને ઈનજર્ડના પગલે બહાર કરવામાં આવ્યા છે. યશ દયાલને લોઅર બેકની યથાવત છે જ્યારે જાડેજા હજુ સુધી ઘૂંટણની ઈજામાંથી સંપૂર્ણ રીતે ફીટ થયો નથી આ જ કારણ છે કે બંને બાંગ્લાદેશ પ્રવાસમાંથી બહાર થઈ ગયા છે.

બીસીસીઆઈએ બાંગલાદેશ પ્રવાસ માટે યશ દલાલ અને રવિન્દ્ર જાડેજાના રિપ્લેસમેન્ટ તરીકે ફાસ્ટ બોલર કુલદીપ સેન અને ઓલરાઉન્ડર શાહબાજ અહમદને ટીમમાં સામિલ કરવામાં આવ્યા છે આ અંગેની જાણકારી બીસીસીઆઈએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું છે.

બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયા

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ ઐયર, રાહુલ ત્રિપાઠી, રિષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદશમી, મોહમ્મદ સિરાજ, દીપક ચહર, કુલદીપ સેન

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જેમાં આગામી 25 નવેમ્બરથીવન ડે શ્રેણીનો આરંભ થશે જેમાં શિખર ધવન ટીમની કમાન સંભાળી રહ્યો છે. જોકે, કુલદીપ સેન અને શાહબાજ અહમદને ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારે હવે તેમને બાંગ્લાદેશ પ્રવાસ માટે ટીમમાં એન્ટ્રી મળી છે.

READ ALSO

Related posts

કરન્સી બજારમાં રૂપિયો અને યુઆન ઉંચકાયો : ઉછળ્યો સ્પેન તથા જર્મનીમાં ફુગાવો હળવો

Padma Patel

GUJARAT ELECTION / સુરતની મુખ્ય 12 બેઠકો જાળવી રાખવા ભાજપ દ્વારા લગાવાયું એડીચોટીનું જોર, જાણો કઈ બેઠક પરથી ક્યો ઉમેદવાર મેદાનમાં

Kaushal Pancholi

મોર્ગન સ્ટેનલીના એમએસસીઆઈ ઈન્ડિયા ડોમેસ્ટિક ઈન્ડેક્સમાં ૧૧ નવી સ્ક્રિપો-શેરોનો સમાવેશ, શેરોમાં મોટી વધઘટ

Padma Patel
GSTV