GSTV

પુલવામાં સેનાને મોટી સફળતા : 3 આતંકવાદીમાં કમાન્ડર પણ માર્યો ગયો, એક જવાન શહીદ

Last Updated on December 15, 2018 by Mayur

શનિવારે સવારે સુરક્ષાદળોએ એક એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા બાદ પુલવામા ખાતે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. સુરક્ષાદળો અને ભાગલાવાદીઓ દ્વારા ઉશ્કેરણી બાદ સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. સુરક્ષાદળો અને સ્થાનિક લોકો વચ્ચેના ઘર્ષમાં સાત લોકોના મોત નીપજ્યા છે. આમા ઈન્ડોનેશિયાથી એમબીએની ડિગ્રી મેળવીને પાછો ફરેલો આબિદ પણ સામેલ છે.

હાલ પુલવામામાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. પુલવામા એન્કાઉન્ટરમાં એક જવાન પણ શહીદ થયો છે. એન્કાઉન્ટર બાદ સુરક્ષાદળો પર સ્થાનિક લોકો દ્વારા પથ્થરમારો કરાયો હતો. સ્વબચાવમાં સુરક્ષાદળો દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમા સાત સ્થાનિક દેખાવકારોના મોત નીપજ્યા હતા. બાદમાં આખા પુલવામા અને આસપાસના ગામડાંમાં તણાવનો માહોલ છે. અથડામણ બાદ થયેલા ઘર્ષણમાં સાત લોકોના મોત અને અન્ય પચાસ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જણાવાઈ રહ્યું છે.

READ ALSO

Related posts

OMG/ થોડી જ મિનિટમાં ઝાપટી ગયો આટલું બધું ખાવાનું, જોવા વાળાની આખો ખુલ્લી રહી ગઈ

Damini Patel

BOB Recruitment 2021: ગ્રેજ્યુએશન પાસ યુવાનો માટે બેંક ઓફ બરોડામાં પડી છે ભરતી, આ તારીખ પહેલા કરી નાખજો અરજી

Pravin Makwana

માલામાલ/ 8.86 રૂપિયાનો આ શેર થયો 886 રૂપિયાનો, રોકાણકારોના 1 લાખ બની ગયા 1 કરોડ, તમારે પાસે છે કે નહીં?

Bansari
Do NOT follow this link or you will be banned from the site!