GSTV
Gujarat Government Advertisement

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત 10માં દિવસે વધારો

Last Updated on January 19, 2019 by

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત 10માં દિવસે વધારો નોંધાયો છે. પેટ્રોલની કિંમતમાં 17 પૈસા અને ડીઝલની કિંમતમાં 19 પૈસાનો વધારો થયો છે. છેલ્લા 15 દિવસમાં પેટ્રોલની કિંમતમાં અઢી અને ડીઝલની કિંમતમાં ત્રણ રૂપિયાનો પ્રતિ લીટરે વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 70.72 રૂપિયા પ્રતિ લીટર ત્યારે ડીઝલ 65.16 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પણ વધારો નોંધાયો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 76.35 રૂપિયા અને ડીઝલની કિંમત 68.22 રૂપિયા પ્રતિ લીટર છે.

મહત્વપૂર્ણ છે કે, આતંરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમ પેદાશની કિંમતમાં સતત વધારો થવાના કારણે સાત જાન્યુઆરી બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. પહેલી જાન્યુઆરીએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થયો હતો. જ્યારે સાત જાન્યુઆરી બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.

Gujarat Government Advertisement

Related posts

#AskSRK શું તમે પણ અમારી જેમ બેરોજગાર થઇ ગયા? ફેનના સવાલ પર કિંગ ખાને આપ્યો મજેદાર જવાબ

Pritesh Mehta

ટીવીની ફેમસ એક્ટ્રેસના આવ્યાં આવા દિવસો! આ કારણે નથી મળી રહ્યું કામ, રૂપિયાના પણ પડી ગયા ફાંફા

Bansari

Deposit Interest Certificate કેવી રીતે કરશો ડાઉનલોડ? શું છે રીત, જાણો સમગ્ર પ્રક્રિયા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!