મેજર લીગ ક્રિકેટની પહેલી સીઝન 2023માં રમાવા જઈ રહી છે.પહેલી સિઝનની ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમો ભાગ લેશે. એમાં 4 ટીમ આઈપીએલ ફ્રેન્ચાઈઝીની માલિકીની હશે. લીગની શરૂઆત જુલાઈ 2023થી થશે. આઈપીએલ ફ્રેન્ચાઈઝી કોલકત્તા નાઈટ રાઈડર્સ, ચેન્નઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ્સની મેજર લીગ ક્રિકેટમાં કુલ ચાર ટીમો હશે.

સિઝનની પહેલી મેચ 13 જુલાઈ 2023ને ટેક્સાસ ગ્રેન્ડ પ્રેયરી સ્ટેડિમમાં રમાશે. આ પહેલી સિઝનમાં 18 દિવસમાં કુલ 19 મેચ રમાશે. અને લીગની ફાઈનલ મેચ 30 જુલાઈના રમાશે. કેકેઆર લીગમાં સૌથી પહેલા ઈન્વેસ્ટ કરનારી આઈપીએલ ફ્રેન્ચાઈઝી હતી. કેકેઆરે ટુર્નામેન્ટમાં શામેલ થનારી લોસ એન્જલેસ ટીમને ખરીદી હતી. આ સિવાય મુંબઈની ફ્રેન્ચાઈઝીએ ન્યુયોર્ક, ચેન્નાઈની ફેન્ચાઈઝીએ ડલાસ અને દિલ્હી કેપિટલ્સની ફેન્ચાઈઝીએ માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાથી સાથે પાર્ટનરશિપમાં સિએટલ ઓરકાસને ખરીદી છે.
ટુર્નામેન્ટમાં આ છ ટીમોએ લીધો ભાગ
- સિએટલ ઓકોર્સ
- એમઆઈ ન્યુયોર્ક
- ટીમ ટેક્સાસ
- વોશિંગ્ટન ફ્રિડમ
- સૈન ફ્રાંસિસ્કો યુનિકોર્ન
- લોંસ એન્જલસ નાઈટ રાઈડર્સ
જણાવી દઈએ કે લીગમાં હિસ્સા લેનારી તમામ ટીમોમાં 9 લોકલ ખેલાડીઓને સ્ક્વોડનો હિસ્સો બનાવશે. બાકી વિદેશી ખેલાડી ટીમમાં શામેલ હશે. લીગની પહેલી સિઝન માટે થયેલા ડ્રો માં 100થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો. ફેન્સ લીગની પહેલી સિઝન માટે ખૂબ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. દિન પ્રતિદિન ક્રિકેટ લીગમાં સતત વધારો થઈ રહ્યો છે. ટી20 ક્રિકેટની પહેલી લીગ ઈન્ડિયામાં આઈપીએલના રૂપમાં શરૂ કરવામાં આવી હતી. હવે દુનિયામાં તમામ લીગ રમાવા જઈ રહી છે. મેજર લીગ ક્રિકેટ પણ એમાં જ સામેલ છે. હાલમાં જ સાઉથ આફ્રિકામાં એસએ20 થઈ હતી. ટુર્નામેન્ટની પહેલી સિઝન સારી રહી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- આજે IPL 2024 ઓક્શન માટે રજિસ્ટ્રેશનનો છેલ્લો દિવસ, 19 ડિસેમ્બરે દૂબઇમાં યોજાશે હરાજી
- લાંબા આયુષ્ય માટે ફિટ અને સ્વસ્થ રહેવા માટે મહિલાઓએ આ સારી આદતોનું પાલન કરવું જોઈએ, બીમારીઓ રહેશે દૂર
- સુરતમાં ફરી ફાયરબ્રિગેડ આવ્યું હરકતમાં, રિંગરોડ પર આવેલી અભિષેક માર્કેટને ફાયર સેફ્ટીના અભાવે કરી સીલ
- VIDEO: રાજકોટમાં નબીરાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, કારની સીટના બદલે દરવાજા પર બેસીને સીન-સપાટા કરતો મળ્યો જોવા
- ઉત્તરાખંડની ટનલ દૂર્ઘટના: 41 મજૂર ક્યાર સુધી ઘરે જઇ શકશે? AIIMSએ સ્વાસ્થ્યની સ્થિતિ સાથે આપી જાણકારી