GSTV
Gujarat Government Advertisement

મેજર જનરલ વિક્રમ ડોગરાએ પૂરી કરી દુનિયાની સૌથી વધુ કઠિન આયરમેન ટ્રાઈથલોન રેસ, બનાવ્યો રેકોર્ડ

Last Updated on July 23, 2019 by Alap Ramani

મેજર જનરલ વિક્રમ ડોગરા દુનિયાની સૌથી વધુ કઠિન આયરમેન ટ્રાઈથલોન રેસ જીતનારા ભારતીય સેનાના પહેલા અધિકારી બની ગયા છે. ઓસ્ટ્રિયાના ક્લાગેનફર્ટમાં પહેલી જુલાઈએ યોજાયેલી રેસમાં પચાસ દેશોના 2850 એથ્લિટ્સે ભાગ લીધો તો. આ રેસ ત્રણ તબક્કામાં પૂર્ણ થાય છે.

આ રેસમાં ભાગ લેનારા એથ્લિટ્સે 3.8 કિલોમીટર સ્વિમિંગ, 180.2 કિલોમીટર સાઈક્લિંગ અને 42 કિલોમીટરની મેરાથન સતત 17 કલાકમાં પૂર્ણ કરવાની હોય છે. મેજર જનરલ વિક્રમ ડોગરાએ આ રેસને માત્ર 14 કલાક અને 21 મિનિટમાં પૂર્ણ કરી છે. ભારતીય સેનાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આની જાણકારી આપી છે અને મેજર જનરલ વિક્રમ ડોગરાને અભિનંદન પાઠવ્યા છે.

આ પહેલા પણ મેજર જનરલ વિક્રમ ડોગરા જોધપુરથી જેસલમેર 285 કિલોમીટર, અરુણાચલ પ્રદેશમાં સેલા પાસથી બુમલાના 42.5 કિલોમીટર, અખનૂરથી રાજૌરીના 118 કિલોમીટરનું અંતર સાઈકલ પર કાપપી ચુક્યા છે. આ પહેલા મેજર જનરલ ડોગરા ઘણી ટ્રાઈથલોન રેસમાં પણ ભાગ લઈ ચુક્યા છે. જેમાં સ્પ્રિન્ટ કેટેગરી- પાંચસો મીટર સ્વિમિંગ, 20 કિલોમીટર સાઈક્લિંગ અને પાંચ કિલોમીટરની મેરાથનનો સમાવેશ થાય છે. જ્યારે ઓલિમ્પિક કેટેગરીમાં 1.5 કિલોમીટર સ્વિમિંગ, 40 કિલોમીટર સાઈક્લિંગ અને 10 કિલોમીટર મેરાથોનનો સમાવેશ થાય છે.

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

ગલવાન અથડામણનું એક વર્ષ, ભારતીય સેનાએ શહીદ જવાનોને આપી વિશિષ્ટ શ્રદ્ધાંજલિ

Pritesh Mehta

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!