નફ્ફટાઈની હદ, પુલવામા હુમલા પર પ્રેસ કોન્ફરન્સ કરીને પાક સેનાએ ભારત પર જ લગાવ્યા આરોપ

પુલવામા હુમલા બાદ પાકિસ્તાન સેનાએ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી. પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાની સેના ભારત પર આરોપ લગાવ્યા છે. પાક સેનાનાન પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું કે ભારતે પુલવામા હુમલાને લઈને પાકિસ્તાન પર પુરાવા વાગર આરોપ લગાવી રહી છે.

પાકિસ્તાની સેનાનો દાવો છે કે પુલવામા હુમલા બાદ તેમને જવાબ આપવામાં એટલા માટે મોડુ થયું કારણ કે પહેલા તેની તપાસ કરવામાં આવી. પુલવામા હુમલાથી પોતાના હાથ ઉચા કરતા પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે હુમલાવર કાશ્મીરનો રહેવાસી હતો અને ચૂંટણી પહેલા આવી ઘટનાઓ થતી રહે છે.

મહત્વનું છે કે 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશેમીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી છે. આ આતંકી સંગઠન પાકીસ્તાનની ધરતી પરથી કામ કરે છે, જેનો આકા સરગના મસૂજ અઝહર છે.

આ પહેલા પાકિસ્તાન પીએમ પણ લગાવી ચુક્યા છે આરોપ

14 ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનું નિવેદન સામે આવ્યું હતું. ઈમરાન ખાને કહ્યું હતું કે, ભારતની સરકારે પાકિસ્તાન પર આરોપ લગાવ્યા છે. પરંતુ સાઉદી અરબના પ્રિન્સના દૌરા પર અમારું ધ્યાન હતું. પ્રિન્સ પરત ફરતા હવે હું જવાબ આપું છું. ભારતની સરકારે કોઈ પણ પ્રકારના પ્રૂફ વિના પાકિસ્તાનની સરકાર પર આરોપ લગાવ્યો છે. પાકિસ્તાન શા માટે કરશે ? એમાં અમને શું ફાયદો ? જો ભારતની સરકાર અમને કોઈ પ્રૂફ આપશે તો અમે આ ઘટનાની તપાસ કરવા માટે તૈયાર છીએ.

પોતાના નિવેદનમાં ઈમરાન ખાને કહ્યું હતું કે, ગત્ત 15 વર્ષથી અમે આતંકવાદ વિરૂદ્ધ જંગ લડી રહ્યા છીએ. તેમાં અમને કોઈ ફાયદો નથી. દર વખતે કાશ્મીરમાં કંઈ પણ થાય પાકિસ્તાન પર આરોપ લગાવવામાં આવે છે.

જો કે મહત્વનું એ છે કે પાકિસ્તાનમાં જ છુપાઈને બેઠેલા આતંકના આકા મસૂદ અઝહરે આ હુમલો કરાવ્યો હતો. તેણે આ માટેની જવાબદારી પણ સ્વીકારી હતી. જો પાકિસ્તાનમાં જ બેઠેલો આતંકી આ હુમલો કરાવી શકતો હોય તો ઈમરાન ખાન કેવી રીતે કહી શકે કે પાકિસ્તાનનો આ ઘટનામાં કોઈ હાથ નથી. ઉપરથી ભારતીય આર્મીએ પણ આ અંગે પાકિસ્તાનની આર્મીનો હાથ હોવાનું જણાવ્યું હતું. આ માટે આઈએસઆઈની પણ સંડોવણી હોવાનું ખૂલ્યું હતું. ત્યારે પાકિસ્તાનના પીએમ હાલ ડરેલા હોવાથી વાત કરવાની ડંફાસ મારી હતી.

  • પાકિસ્તાન પર ખોટા આરોપ લગાવાયા છે
  • અમે તપાસ માટે તૈયાર છીએ
  • પુલવામા હુમલા પર ઇમરાનખાનની તીખી પ્રતિક્રિયા
  • પુરાવા આપ્યા વિના પાકિસ્તાન સામે આક્ષેપો
  • અમને પુરાવા આપવામાં આવે
  • તમે મને પુરાવા આપો હું કાર્યવાહીની ગેરંટી આપું છું
  • આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં અમારા 70 હજાર પાકિસ્તાનીઓએ જીવ ગુમાવ્યા છે.
  • પાકિસ્તાન વળતો પ્રહાર કરશે
  • ઇમરાનખાનની ભારતને ધમકી

હુમલાઓ કરી અમારો કોઈ ફાયદો નથી. જો ભારત સરકાર આ બાબતે કોઈ પુરાવા આપશે અમે ગેરંટી આપીએ છીએ કે કાર્યવાહી થશે. છેલ્લા 15 વર્ષથી અમે પણ આતંકવાદીઓથી ત્રસ્ત છે. પાકિસ્તાનમાં રહેલા જૈશ એ મોહમંદ સામે આરોપો બાદ ભારતે પાકિસ્તાન પર સીધા આરોપો મૂક્યા છે. ભારત આ બાબતે કોઈ કાર્યવાહી કરશે તો તેઓ વળતી કાર્યવાહી કરશે તેવી પણ ચીમકી આપી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter