GSTV

સરહદો ખુલ્લી/ ૨૫૦૦ કરોડના ડ્રગ્સનો રેકેટનો પર્દાફાશ, દિલ્હી પોલીસે ૩૫૪ કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો

ડ્રગ્સ

Last Updated on July 11, 2021 by Damini Patel

દિલ્હી પોલીસે ૨૫૦૦ કરોડના ડ્રગ્સનો રેકેટનો પર્દાફાશ કર્યો હતો. અફઘાનિસ્તાન નાગરિક સહિત ચારની ધરપકડ કરીને દિલ્હી પોલીસે કુલ ૩૫૪ કિલો જેટલો ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. ડ્રગ્સનો જથ્થો ફરિદાબાદમાં ભાડે રાખેલા મકાનમાં સંતાડી રખાયો હતો.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આખું રેકેટ અફઘાનિસ્તાનમાંથી ઓપરેટ થતું હતું. ૩૫૪ કિલોના ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે ચાર આરોપીઓને પકડી લીધા હતા. ત્રણ આરોપીઓની ધરપકડ હરિયાણાના ફરિદાબાદમાંથી થઈ હતી અને એકને દિલ્હીમાંથી પકડી લેવામાં આવ્યો હતો.

મુંબઈથી દિલ્હી આવતો હતો

પોલીસના કહેવા પ્રમાણે મોટો ડ્રગ્સનો જથ્થો દરિયાઈ માર્ગે મુંબઈ પહોંચતો હતો અને મુંબઈથી દિલ્હી આવતો હતો. ઈરાનના ચા-બહાર બંદરેથી ડ્રગ્સનો જથ્થો મુંબઈ સુધી પહોંચાડાતો હતો. મધ્યપ્રદેશના શિવપુરીમાં એક ખાસ યુનિટ બનાવાયું હતું, જેમાં ડ્રગ્સની ક્વોલિટી સુધારવામાં આવતી હતી. તે પછી એ જથ્થો ફરિદાબાદમાં ભાડે રાખેલા મકાનમાં પહોંચતો હતો. એ સ્થળેથી હરિયાણા-દિલ્હી-પંજાબ સહિત બધે જ ડ્રગ્સનો જથ્થો પહોંચતો હતો.

દિલ્હી પોલીસે કહ્યું હતું કે સ્પેશિયલ સેલે આ આરોપીઓની પૂરપરછ શરૃ કરી છે. તેમાં સંડોવાયેલા વધુ લોકો સુધી પહોંચવા પોલીસે પ્રયાસો શરૃ કર્યા છે. નાર્કો ટેરરિઝમના એંગલથી પણ તપાસ આગળ વધારાઈ છે. પાકિસ્તાન કનેક્શન હોવાની શંકાના આધારે પોલીસે એ દિશામાં તપાસ આદરી છે. આખું રેકેટ અફઘાનિસ્તાનથી ચાલતું હોવાના કારણે તેમાં પાકિસ્તાનના નાગરિકો પણ સંડોવાયેલા હોઈ શકે છે અને તે ફંડનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિમાં કરાતો હોવાની શક્યતા નકારી શકાતી નથી.

એક અફઘાનિસ્તાની નાગરિકની ધરપકડ

દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના સીપી નીરજ ઠાકુરે જણાવ્યું હતું કે આ ઓપરેશન મહિનાઓથી ચાલતું હતું. એમાં એક અફઘાનિસ્તાની નાગરિકની ધરપકડ પણ કરવામાં આવી હતી. કાશ્મીરમાં રહેતા એક આરોપીને દિલ્હીમાંથી પકડી લેવામાં આવ્યો હતો. ડ્રગ્સને પોલીશ કરવા માટે કાશ્મીરના અનંતનાગમાંથી કેમિકલ પહોંચતું હતું. પંજાબના બંને આરોપીઓ આખાય પંજાબમાં આ ડ્રગ્સ સપ્લાય કરતા હતા.

અગાઉ મે માસમાં પણ દિલ્હી પોલીસે બે અફઘાન નાગરિકોને ૧૨૫ કિલોગ્રામ હેરોઈન સાથે ઝડપી લીધા હતા. આ રેકેટમાં અફઘાન અને પાકિસ્તાનના વધુ નાગરિકો સંડોવાયેલા હોવાની પૂરી શક્યતા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડ્રગ્સના આ આંતરરાષ્ટ્રીય રેકેટના તાર અફઘાનિસ્તાન-પાકિસ્તાન ઉપરાંત યુરોપ-આફ્રિકા સુધી પહોંચે તેવી શક્યતા નકારી શકાતી નથી.

Read Also

Related posts

પાકિસ્તાનનું શું ભવિષ્ય? પાકમાં કોઈ રમવા તૈયાર નથી, પશ્ચિમના દેશો થયા એક PCB ચીફે ઠાલવ્યો ઉભરો

pratik shah

Food Funda / દેશી ઘીને સ્વાસ્થ્યપ્રદ બનાવવા માટે તેમાં નાખો આ પાંચ વસ્તુઓ, મળશે શ્રેષ્ઠ પરિણામ

Vishvesh Dave

નવા મહેસુલ મંત્રી આવ્યા એક્શન મોડમાં, અમદાવાદ કલેક્ટર કચેરીની લીધી સરપ્રાઈઝ મુલાકાત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!