શનિવારે સમગ્ર ગુજરાત કોંગ્રેસનો ચહેરો બદલાઈ જાય તેવી શક્યતાઃ થશે મોટી જાહેરાત

છેલ્લા ઘણા સમયથી ગુજરતા પ્રદેશ કોંગ્રેસના સંગઠનનું નવું માળખુ શનિવારે જાહેર થાય તેવી પ્રબળ શક્યતા છે. સંગઠનના ઉપપ્રમુખ અને મહામંત્રીમાં અનુભવી અને યુવા નેતાઓનો સમાવેશ કરાશે તેમજ મંત્રી તરીકે નવા ચહેરાઓને પણ સ્થાન મળશે.

પ્રદેશ કોંગ્રેસનું નવું માળખુ જાહેર થયા બાદ ગણતરીના દિવસોમાં કોંગ્રેસ સંગઠનની બેઠક મળશે. જેમાં એક મહામંત્રી, એક પ્રમુખ બે મંત્રી સહિત ચાર લોકોને લોકસભા બેઠકની જવાબદારી સોંપાય તેવી પણ સંભાવના સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ સંગઠનના નવા માળખાની રાહ જોવાઈ રહી છે. પહેલાં નોરતે નવું માળખું જાહેર થવાનું હતું પરંતુ અત્યાર સુધી તે જાહેર થઈ શક્યું નથી.

સત્તાવિહોણી કોંગ્રેસમાં હોદ્દા લેવા પણ જાણે હોડ જામી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી દિલ્હી જઈને યાદી આપી આવ્યા છે. જોકે કોંગ્રેસના નેતાઓ પાર્ટીમાં મામકાઓને જ ગોઠવીને હોદ્દા ભોગવતી રહી હોવાની ફરિયાદો હાઈ કમાન્ડને મળી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter