GSTV

Budget 2020: શું આજે મોદી સરકાર કરદાતાઓને કરશે ખુશ? બજેટમાં કેટલો ઈનકમ ટેક્સ સ્લેબમાં થશે ફેરફાર!

જો તમારી વર્ષની આવક 20 લાખ રૂપીયાથી સુધીની છે તો, તમને આગામી વર્ષમાં ઈનકમ ટેક્સમાં મોટી રહાત મળી શકે છે. કારણ કે, 1 ફેબ્રુઆરીના રોજ રજુ થનાર બજેટમાં નાણામંત્રી ઈનકમ ટેક્સમાં ખૂબ જ મોટા ફેરફાર કરવાની તૈયારીમાં છે. ઉલ્લેખનીય છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે ચાલુ વર્ષમાં ઘણી વખત ઈનકમ ટેક્સના દરમાં કપાતના સંકેત આપ્યા છે. ટેક્સ દર વિષે પૂછવામાં આવેલ પ્રશ્નમાં નાણામંત્રીએ કહ્યું હતું કે, ઈનકમ ટેક્સ દરને વધારે તર્કસંગત બનાવવાના ઉપાયો પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

આવું હોઈ શકે છે, નવું ટેક્સ સ્લેબ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વર્ષ દરમિયાન 7 લાખની કમાણી પર 5 ટકા ટેક્સની દરખાસ્ત છે. હાલના સમયમાં 5 લાખ રૂપીયા સુધીની કમાણી પર 5 ટકા ટેક્સનો નિયમ છે. સાથે જ વર્ષમાં 7 થી 12 લાખ રૂપીયાની કમાણી પર 10 ટકા ટેક્સની દરખાસ્ત છે. જો કે, હાલના સમયમાં 5 થી 10 લાખ સુધીની કમાણી પર 20 ટકા ટેક્સનો નિયમ અમલમાં છે.

10 થી 20 લાખ રૂપીયાની કમાણી પર 20 ટકા ટેક્સની દરખાસ્ત છે. હાલના સમયમાં 10 લાખ રૂપીયાથી વધારે કમાણી પર 30 ટકા ટેક્સ લાગે છે. 20 લાખથી 10 કરોડની કમાણી પર 30 ટકા ટેક્સની દરખાસ્ત છે. તે સિવાય 10 કરોડ રૂપીયાથી વધુ આવક પર 35 ટકા ટેક્સની દરખાસ્ત છે.

હાલના ટેક્સ સ્લેબ પ્રમાણે, જો કોઈ વ્યક્તિની વર્ષની આવક 2.5 લાખ રૂપીયાથી વધારે હોય તો, તે ટેક્સના દાયરામાં આવે છે, પરંતુ જો કોઈ વ્યક્તિ નોકરી કરે છે તો, તેના પગારમાંથી જ ટેક્સ કાપી લેવામાં આવે છે. જો કે, તે સિવાય પર અન્ય સ્ત્રોત થકી થનાર આવક પણ આવકવેરાના દાયરામાં આવે છે. જેમાં બચત પર વ્યાજ, ભાડાની કમાણી, ધંધાના સ્ત્રોત સામેલ છે, પરંતુ કેટલાક સ્રોતો એવા પણ છે જેમાં તમારે કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી.

READ ALSO

Related posts

અંધશ્રદ્ધના રવાડે ચડેલા શખ્સે ભગવાની શિવની મૂર્તિ સામે પોતાની જ બલિ ચડાવી દીધી, એક જ ઝાટકે ડોકને કરી નાખી લોહીલૂહાણ

Pravin Makwana

અમદાવાદ : આશ્રમ રોડ પર આવેલા ઓસવાલ ફરસાણને સોલિડ વેસ્ટ ખાતાએ માર્યુ સીલ

Nilesh Jethva

પાકિસ્તાનમાં હેવાનિયત: 2 બહેનો પર 6 દિવસ સુધી આચર્યું દુષ્કર્મ, એક બે નહિ પંદર લોકોએ આચરી નિર્લજ્જતા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!