GSTV

મોદી સરકારે આ પેંશન સ્કીમમાં કર્યા મોટા ફેરફાર, દેશના 2.28 કરોડ લોકોને મળશે રાહત

મોદી સરકારે પોતાના પ્રથમ કાર્યકાળમાં એક પેંશન યોજનાની શરૂઆત કરી હતી. તેનુ નામ અટલ પેંશન યોજના છે. હવે સરકારે પેંશન યોજનાના એક નિયમમાં ફેરફાર કરી દીધા છે. આ નવા નિયમથી દેશના 2 કરોડથી વધુ સબ્સક્રાઈબર્સને રાહત મળશે. ખરેખર તો, પેંશન નિયામક પીએફઆરડીએ બેન્ક પાસેથી અટલ પેંશન યોજનાના અંશધારકોની યોગદાન રકમમાં વર્ષ દરમિયાના કોઈપણ સમય ફેરફારના આગ્રહને સ્વીકાર કરવા અને તે માટે જરૂરી પગલા ભરવા માટે કહ્યુ છે.

પેંશન યોજનાને આકર્ષક બનાવવી

મતલબ એ છે કે, તમે વર્ષમાં ક્યારેય પણ પેંશનની યોગદાન રકમને ઘટાડી અથવા વધારી શકો છો. આ પગલાનો હેતુ અટલ પેંશન યોજનાને આકર્ષક બનાવવાનુ છે. આ પહેલા અંશધારકોને માત્ર એપ્રિલ મહીનામાં જ યોગદાન રકમમાં ફેરફાર કરવાની મંજૂરી છે.

પેંશન યોજનામાં ફેરફાર કરી શકે છે

પેંશન કોષ નિયામક અને વિકાસ અધિકારી (PFRDA)એ કહ્યુ કે, આ વ્યવ્સ્થાના અંશધારક પોતાની આવક અને ક્ષમતા અનુસાર યોગદાન રકમને ઘટાડી/વધારી શકશે. આ 60 વર્ષ સુધી યોજનામાં યોગદાન બનાવી રાખવા માટે જરૂરી છે. જોકે, અંશધારક નાણાકિય વર્ષમાં માત્ર એક વખત પેંશન યોજનામાં ફેરફાર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, અટલ પેંશન યોજના હેઠળ લગભગ 2.28 કરોડ અંશધારક રજિસ્ટર્ડ છે.

ઓછામાં ઓછી યોગદાનની રકમ 42 રૂપિયા

અટલ પેંશન યોજના મે 2015 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના 18 થી 40 વર્ષના દેશના બધા નાગરિકો માટે ખુલેલી છે. આ યોજના હેઠળ અંશધારકોને 60 વર્ષા થવા પર દર મહિને 1 હજાર રૂપિયાથી લઈને 5 હજાર રૂપિયા સુધીના પેંશનની ગેરંટી આપવામા આવે છે. હાલમાં આ યોજનામાં ઓછામાં ઓછી યોગદાનની રકમ 42 રૂપિયા છે.

READ ALSO

Related posts

ઓસ્ટ્રેલિયન ટીમને ધૂળ ચટાડ્યા બાદ ભારત પરત આવ્યો રિષભ પંત, ધોની સાથેની સરખામણી પર કહી આ વાત..

Ali Asgar Devjani

Maruti Suzuki ની Alto થી Brezza કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ અને બોનસ ઑફર

Mansi Patel

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણીના જીવને છે જોખમ, પાકિસ્તાનથી મળી રહી હત્યાની ધમકીઓ…

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!