GSTV
India News Trending

મોટી દુર્ઘટના / મધ્યપ્રદેશમાં યાત્રાળુઓને નડ્યો અકસ્માત, 17 લોકો નદીમાં વહી ગયા, ત્રણના મોત

મધ્યપ્રદેશમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. મોરેના જિલ્લામાં એક ભયાનક ઘટના જોવા મળી હતી. મોરેના જિલ્લામાં આ ઘટના ચંબલ નદી પાર કરતી વખતે બની હતી. જેમાં લગભગ 17 યાત્રાળુઓ નદીના વહેણમાં વહી ગયા હતા, જોકે જેમાંથી 8 લોકો તરીને રાજસ્થાન તરફ નીકળ્યા હતા જ્યારે 7 લોકો ડૂબીના અહેવાલ મળ્યા છે. 

ચંબલ નદી ઓળંગતી વખતે સર્જ્યો અકસ્માત

આ ઘટના બાદ બચવામાં આવેલા ડાઇવર્સે પાણીમાંથી ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. તે જ સમયે, ચાર લોકો હજુ પણ લાપતા છે. ચંબલમાં ડૂબી ગયેલા તમામ શ્રદ્ધાળુઓ શિવપુરી જિલ્લાના હોવાનું જણાવવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કુશવાહા સમુદાયના લોકો શિવપુરીથી પગપાળા કરૌલી માતાના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. જયારે તેઓ ચંબલ નદી ઓળંગી રહ્યા હતા ત્યારે પાણીના ભારે પ્રવાહમાં વહી ગયા હતા. પોલીસને અકસ્માતની જાણ થતા તરત જ દોડી પહોંચી હતી.  અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ડાઇવર્સની ટીમને બોલાવીને બચાવ કાર્ય હાથ ધર્યું. બે કલાકની મહેનત બાદ ડાઇવર્સે પાણીમાંથી એક મહિલા સહિત ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

CMએ વ્યક્ત કર્યો શોક 

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ચંબલ નદીમાં થયેલા દુ:ખદ અકસ્માતની નોંધ લીધી અને દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો. મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી કાર્યાલય અને જિલ્લા વહીવટીતંત્રને ચંબલ નદીમાં બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી છે. મુખ્યમંત્રીની સૂચના પર, જિલ્લા વહીવટીતંત્ર જરૂરી સંસાધનો સાથે ઘટનાસ્થળે છે, SDRFની ટીમ પહોંચી રહી છે, સ્થાનિક ડાઇવર્સ નદીમાં વહી ગયેલા લોકોને શોધી રહ્યા છે.

Related posts

પ્રેમમાં દગાખોરી/ સુરતમાં સગીર યુવકને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધો બાંધ્યા,રૂપિયા 12 લાખ પડાવી યુવતી થઈ ગઈ ગાયબઃ નોંધાઈ ફરિયાદ

HARSHAD PATEL

IPL 2023/ આઇપીએલ શરુ થાય એ પહેલા જ 1 ડઝનથી વધુ ખેલાડીઓ ઈજાગ્રસ્ત, આ ટીમ છે સૌથી વધુ અસરગ્રસ્ત

Padma Patel

ચાણક્ય નીતિ: બાળકનો ઉછેર કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, સારા સંસ્કાર આવશે

Hina Vaja
GSTV