કેનેડાના અલાસ્કામાં 7ની તિવ્રતાનો ભૂકંપ : સર્જી તારાજી, સુનામીનું એલર્ટ

કેનેડાના અલાસ્કામાં 7ની તિવ્રતાના ભૂકંપે તારાજી સર્જી છે. ભૂકંપ બાદ અહીં સુનામીનુ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ અલાસ્કાના કેનાઈ ટાપુમાં નોંધવામાં આવ્યુ છે. યુએસ સુનામી વોર્નિગ સિસ્ટમના બુલેટિનમાં કહેવામાં આવ્યુ કે, ભૂકંપના કારણે અમેરિકા અને અમેરિકાના અન્ય ટાપુઓ પર સુનામી આવવાની સંભાવના છે.

અલાસ્કામાં આવેલા ભૂકંપના કારણે સૌથી મોટી અસર સડક વ્યવહારને થઈ છે . કેમ કે, ભૂકંપના કારણે મોટી ભાગની સડક તુટી ગઈ છે. ત્યારે ભૂકંપ બાદ અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter