GSTV
Home » News » આ રીતે રાખો બાઇકનું ધ્યાન તો લાગશે હંમેશા નવી

આ રીતે રાખો બાઇકનું ધ્યાન તો લાગશે હંમેશા નવી

બાઇક પ્રત્યેનો પ્રેમ તો જગજાહેર છે. જો તમે તમારી મોટરસાઇકલને પ્રેમ કરો છો તો હંમેશા તે નવી જેવી દેખાય તેવું ઇચ્છશો. અહીં આપેલ કેટલીક ટિપ્સનો ઉપયોગ કરી તમે તમારી બાઇકને બિલકુલ એવી બનાવી શકશો જેવી શો રૂમમાંથી ખરીદી હતી.

શરૂઆત વોશિંગથી કરો. બાઇકને પહેલા તો પાણીથી સારી રીતે ધોઇ લો. ખુબજ પાણી નાંખીને તેને શેમ્પૂ લગાવી રગડો. માર્કેટમાં મળતા કાર શેમ્પૂનો પ્રયોગ કરો. શેમ્પૂથી ડસ્ટ તો રિમૂવ થશે સાથે જ વધારે મહેનત પણ નહીં કરવી પડે. પેન્ટ પણ સારો રહેશે. ફોમના ટુકડાથી રગડો. અહીં ઇલેક્ટ્રિક પાર્ટ્સ પર વધારે પાણી નાંખવુ નહીં.

બાઇકને ધોયા બાદ તેને સારી રીતે સાફ કરવું. સોફ્ટ કપડું લો, તેનાથી બાઇકને લુંછવું. એ ખુબજ જરૂરી કે બાઇકને પૂર્ણ સુકવવામાં આવે. જો જરૂર પડે તો બ્લો ડ્રાઇ કરવું. બેટરી ટર્મિનલ્સ, પ્લે એરિયા જેવા ભાગોમાં પાણી જાય છે તો તે ભાગ ખાસ સુકાવવો. એમ નહીં કરવાથી ત્યાં કાટ લાગી શકે છે.

એકવાર બાઇકને સુકવ્યા બાદ તેની પોલિશિંગ કરવી. પોલિશિંગ પર ફોકસ કરવું. તેના માટે વેક્સ પોલિશિંગ અથવા રેગ્યુલર પોલિશિંગ અપનાવી શકો છો. ફોમના ટુકડા પર પોલિશ લગાવો અને તેને સર્કુલર મોશનમાં ફેરવો. આખી બાઇક પર એકવાર લાગ્યા બાદ 15 મિનિટ માટે એમ જ છોડી દો.

અંતિમ સ્ટેપ છે પોલિશને હવે શુષ્ક અને કોમળ કપડાથી લુંછી લો. થોડી મહેનત લાગશે પરંતુ એકવાર સફળ થઇ જશો તો તમે જોઇ શકશો કે તમારી બાઇક એકદમ એવી લાગશે જ્યારે શો રૂમમાંથી ખરીદીને લાવ્યા હોય. એવામાં બાઇક ચલાવવાની મજા જ કંઇક અલગ બની રહેશે.

Related posts

સુરતના આ મેદાનમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમાશે, ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ

Nilesh Jethva

ચીને પોતાનું કોમર્શિયલ રોકેટ કર્યું લોન્ચ, આ છે ડ્રેગનની ભવિષ્યની યોજના

Path Shah

અમદાવાદની એલજી હોસ્પિટલમાં બોલી બઘડાટી, મામલો દબાવવા મીડિયાને નો એન્ટ્રી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!