રાજ્યમાં હાલ નાના-મોટા ભૂકંપે ફરી ચિંતા વધારી છે. ત્યારે નિષ્ણાંતોના મતે કચ્છ મેઈન ફોલ્ટ લાઈન ફરી સક્રિય થતા આગામી વર્ષોમાં કચ્છમાં મોટી તીવ્રતાના ભૂકંપ આવશે તેવી શક્યતા જોવાઈ રહી છે.
- કચ્છમાં મોટા ભૂકંપનો ખતરો
- મેઈન ફોલ્ટ લાઈન ફરી સક્રિય થતા વધ્યો ખતરો
- કચ્છ મેઈન ફોલ્ટમાં દર એક હજાર વર્ષે આવે છે ભયાનક ભૂકંપ
- ભુજ, મુંદ્રા, અંજાર, ગાંધીધામ અને અમદાવાદમાં ખતરો
વર્ષ 2001ની 26મી જાન્યુઆરીએ આવેલા ભૂકંપે રાજ્યમાં ભારે વિનાશ વેર્યો હતો. ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-5માં આવતા કચ્છમાં સમયાંતરે નાના-મોટા અને અતિ વિનાશકારી આંચકાએ પેટાળને હલબલાવી નાખ્યું છે. કચ્છ મેઇન લેન્ડ ફોલ્ટ લાઇન ફરી સક્રિય બનતાં આગામી વર્ષોમાં કચ્છમાં મોટી તીવ્રતા સુધીનો મોટો ભૂકંપ આવવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ચાર-ચાર ફોલ્ટ લાઇન ધરાવતા કચ્છમાં ભૂકંપના આંચકા આવતા રહે છે. જે આંચકાને સંશોધકો સારી વાત ગણાવે છે. સંશોધકોના મતે નાના-નાના ભૂકંપ મોટા ભૂકંપને પાછા ઠેલાવે છે. કચ્છ યુનિવર્સિટીના સંશોધકો અને ગાંધીનગરમાં આવેલી ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ દ્વારા કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ લાઇન પર સંશોધન કરવામાં આવ્યું હતું.
કચ્છમાં એક મોટો ભૂકંપ ગમે ત્યારે આવશે તેવી ચોંકાવનારી વાત પણ સંશોધનના અંતે બહાર આવી
કચ્છમાં એક મોટો ભૂકંપ ગમે ત્યારે આવશે તેવી ચોંકાવનારી વાત પણ સંશોધનના અંતે બહાર આવી છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ કચ્છ મેઇન ફોલ્ટ લાઇન પર કરેલા અભ્યાસ બાદ આ તારણ બહાર આવ્યું છે. આ ફોલ્ટ લાઇન પર છેલ્લા એક હજાર વર્ષથી કોઇ મોટો ભૂકંપ આવ્યો ન હોવાથી જમીની ઊર્જા વધી રહી છે. જે ગમે ત્યારે રીલીઝ થતાં મોટો ભૂકંપ આવશે. જેમાં કચ્છના અંજાર અને ગાંધીધામની સાથે અમદાવાદમાં પણ ભયંકર નૂકસાન થવાનો અંદાજો છે. ફોલ્ટ લાઈન જમીનના પેટાળમાં લખપતથી લઈને ભચાઉ સુધી 180 કિમી જેટલી લાંબી ફોલ્ટ લાઇન આવેલી છે.

ગત મહિને અરેબિયન જર્નલ ઓફ જિયો સાયન્સમાં એક અભ્યાસ લેખ પ્રસ્તુત કરાયો હતો. આ ફોલ્ટ લાઇનમાં ક્યારે ક્યારે ભૂકંપ આવ્યા તે જાણવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં આ લાઇનમાં 5600 વર્ષથી છેલ્લે 1000 વર્ષ વચ્ચે ચાર મોટા ભૂકંપ આવ્યા હોવાનું તપાસ બાદ બહાર આવ્યું હતું. જે 2001ના ભૂકંપથી પણ મોટા હતાં. કચ્છ મેઇન ફોલ્ટ લાઇન પર એક હજાર વર્ષથી કોઇ મોટો ભૂકંપ આવ્યો નથી. જેના પગલે આ ફોલ્ટ લાઇનના કારણે ગમે ત્યારે ભૂકંપ આવી શકે છે. નિષ્ણાંતોના મતે આ ભૂકંપ ખૂબ જ ભયાનક હશે. કચ્છમાં અંજાર અને ગાંધીધામ આ ફોલ્ટ લાઇનના કિનારે હોવાથી ત્યાં નુકસાનનો ખતરો વધુ છે. નિષ્ણાંતો અમદાવાદમાં પણ વધારે નુકસાની થશે તેવી દહેશત વ્યક્ત કરી રહ્યાં છે.
READ ALSO
- છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ
- લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે માથું અને હાથ-પગ વગરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો
- શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક ટળી
- BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા
- ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ