GSTV
ELECTION BREAKING -2022 Gujarat Election 2022 Surat ગુજરાત ટોપ સ્ટોરી

લોકોએ પ્રશ્નો પુછતા મહુવાના ધારાસભ્ય બે હાથ જોડી સભા છોડીને ચાલ્યા ગયા, મોહન ઢોડિયાએ જવાબ આપ્યો, આ મારા હાથમાં નથી, સાંસદનું કામ છે

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામે મહુવા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને સતત બે ટર્મથી ધારાસભ્ય મોહન ઢોડિયાએ ગ્રામજનોનો રોષ જોઈ સભા અધવચ્ચે છોડી હાથ જોડી જતાં રહ્યાં હતાં. ઉવા ગામે નેશનલ હાઇવે નં.૫૩નો સર્વિસ રોડ અને કટ બાબતે ગ્રામજનોએ સવાલો કર્યા હતા. આ સભાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

Dhodiya Mohanbhai Dhanjibhai - Mahuva - Surat, Gujarat Legislative Assembly

વિધાન સભાની ચૂંટણીમાં અલગ-અલગ પક્ષના નેતાઓ પ્રચાર માટે ગામેગામ જઈ રહ્યા છે. જે વિસ્તારમાં કામો ન થયા હોય તે વિસ્તારમાં લોકરોષનો ભોગ નેતાઓએ બનવું પડી રહ્યું છે. બુધવારે મહુવાના વર્તમાન ધારાસભ્ય અને ઉમેદવાર મોહન ઢોડિયાનો ઉવા ગામે ચૂંટણીની સભાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મોહન ઢોડિયા ઉવા ગામે તાલુકા ભાજપ પ્રમુખ જયંતિ પટેલ અને કાર્યકરો સાથે પ્રચાર માટે પહોંચ્યા હતા.

ગામના લોકોએ તેમને સ્થાનિક સમસ્યાના સવાલો કર્યા હતા. ગ્રામજનોમાં ઉવા ગામના પાટીયા પાસે ને.હા.નં.૫૩ પર કટ અને સર્વિસ રોડની માંગણી પુરી નહીં થઈ હોય ભારે રોષ જોવા મળ્યો હતો. મોહન ઢોડિયાએ આ મારા હાથમાં નથી, કેન્દ્ર સરકારમાં આવતું હોય સાંસદનું કામ છે એમ કહી હાથ ઉંચા કરી દીધા હતા. જેથી ગ્રામજનો વધુ રોષે ભરાયા હતા અને કહ્યું કે, સરકાર તો તમારી જ છે ને. ગ્રામજનોએ ઉગ્ર રજુઆત કરતા પરિસ્થિતિ પામી ગયેલા મોહન ઢોડિયા બે હાથ જોડી સભા છોડીને જતા રહ્યાં હતા. ખુદ ભાજપના કાર્યકરો પણ જોતા રહી ગયા હતા. ઉવા ગામનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભાજપના આગેવાનો પણ દોડતા થઈ ગયા છે.

સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલે ઉવા ગામ નજીક કટ અને સર્વિસ રોડ નહીં બને તો જે-તે સમયે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જો કે જિલ્લા પંચાયતના પ્રમુખની ચીમકીની પણ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ પર કોઇ અસર થઈ ન હતી. નેશનલ હાઈવે બન્યો ત્યારથી ગ્રામજનો કટ અને સર્વિસ રોડની માંગ કરતા આવ્યા છે પરંતુ આજદીન સુધી સર્વિસ રોડ બન્યા નથી.

Related posts

આતંરીક ડખ્ખો! ભાજપ સંખેડા બેઠકના ઉમેદવાર સામે પોસ્ટર વોર, પોસ્ટર પર કાળો કુચડો ફેરવ્યો તેમજ ફાડી નખાયા

pratikshah

GUJARAT ELECTION / ચૂંટણી ડ્યૂટીમાં લગાવાયેલા પૈરામિલિટ્રી જવાને AK-56થી બે સાથીઓના લીધા જીવ, અન્ય 2 ઈજાગ્રસ્ત

Kaushal Pancholi

મોરબી! આમઆદમી પાર્ટીનો ગંભીર આરોપ/ ભાજપનો ઝંડો લગાવેલી જીપે આપના ઉમેદવાર પર ચઢાવવાનો કર્યો પ્રયત્ન, પોલીસ રક્ષણની કરી માંગ

pratikshah
GSTV