મહુવામાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખની હત્યા કરાઇ છે. કોળી જયેશ ગુજરીયાની હત્યાથી અરેરાટી વ્યાપી છે. મહુવાના ગાંધીબાગ રોડ પર જયેશ ગુજરીયા અને તેના સાથી ભોલું પર ચાર જેટલા ઈસમોએ તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. વીતી રાતે 8 વાગ્યાના અરસાની આ ઘટના છે. ગંભીર હાલતમાં તેમને ભાવનગરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હત્યા બાદ મહુવામાં કોળી સમાજના ટોળા રોડ પર ઉતરી આવ્યા હતા. જયાં કેટલીક દુકાનોમાં તોડફોડ કરી હતી.