મહુવામાં ડુંગળીના વેપારીઓ ખોલશે ખાનગી માર્કેટયાર્ડ, ખૂલશે તો દેશમાં નવો ઇતિહાસ રચાશે

મહુવામાં ડુંગળી ખરીદતા વેપારીઓ અને માર્કેટિંગ યાર્ડ મેનેજમેન્ટ વચ્ચે પેમેન્ટ સહિતના નિયમોને લઈને વિવાદ સર્જાતા ગુરૂવારથી ભારતભરમાં સૌપ્રથમ એવું ખાનગી માર્કેટિંગ યાર્ડ મહુવામાં શરુ થવા જઈ રહ્યું છે. આ યાર્ડમાં ખેડૂતો ડુંગળી સીધી જ વેપારીને વેચી શકશે. જેમાં પેમેન્ટ કમીશન સહિતમાં ખેડૂતોને લાભ થશે, જો કે એપીએમસીના અને ખાનગી યાર્ડ સંચાલકો વચ્ચે બેઠક યોજાવાની છે.

મહુવા એપીએમસીનાના નિયમો મુજબ ડુંગળીની ખરીદીમાં ૧૫ દિવસે પેમેન્ટ અને ૩ ટકા કમીશન તેમજ ૫ દિવસે પેમેન્ટ અને ૨ ટકા કમીશન ની જોગવાઈ કરવામાં આવી છે. આમ કમીશન ચુકવવામાં તેમજ પેમેન્ટના નિયમો ને લઈને ડુંગળી ખરીદતા વેપારીઓને જે પોસાતું નથી જે અંગે અનેકવાર માર્કેટિંગ યાર્ડના મેનેજમેન્ટ સાથે વાટાઘાટો થઇ પરંતુ તે બાબતે કોઈ નિર્ણય નહિ આવતા હવે ડુંગળી ખરીદતા વેપારીઓ દ્વારા મહુવા માર્કેટિંગ યાર્ડની બાજુમાંન એ ખાનગી માર્કેટિંગ યાર્ડ શરુ કરવા જઇ રહ્યા છે.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter