GSTV
Home » News » મહુવામાં પોલીસનો ખેડૂતો પર લાઠીચાર્જ : રૂપાણી બગડ્યા, માગ્યો રિપોર્ટ

મહુવામાં પોલીસનો ખેડૂતો પર લાઠીચાર્જ : રૂપાણી બગડ્યા, માગ્યો રિપોર્ટ

ભાવનગરના મહુવા પાસે આવેલા તલ્લી બાંભોર નજીક અલ્ટ્રાટેક કંપનીના માઇનિંગનો વિરોધ કરવામાં આવતા પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો. કોંગ્રેસના નેતા કનુભાઈ કલસરિયાની આગેવાનીમાં ખેડૂતો મોટી સંખ્યામાં માઈનિંગનો વિરોધ કરવા માટે તલ્લી બાંભોર ગામે પહોંચ્યા હતા. જે દરમ્યાન ખેડૂતોએ માઇનિંગ સાઈટ પર ગેરકાયદેસર રીતે ઘુસવાનો પ્રયાસ કરતા ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ મામલો બિચકતાં પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો. ભાવનગર અેસપીએ એસઆરપીની માગ કરી છે. આ તમામ બાબતો વચ્ચે રૂપાણીએ કેબિનેટ બેઠકમાં નારાજગી જાહેર કરી આ અંગેનો રિપોર્ટ માગતાં ડીજીપી દોડતા થઈ ગયા હતા.

ખેડૂતોનો આક્ષેપ છે કે, કંપની દ્વારા માઈનિંગ કરવામાં આવકા આજુ-બાજુના વિસ્તારમાં ખેતીને મોટુ નુકસાન થઈ રહ્યુ છે. ત્યારે ડાથા પોલીસે 50થી વધુ ખેડૂતોની અટકાયત કરી છે. ઘટનાને પગલે તલ્લી બાંભોર નજીક મોટી સંખ્યામાં પોલીસને ખડકી દેવામાં આવી છે. ભાવનગર એસપીએ એસઆરપીની ટીમ મોકલી આપવા ગૃહ વિભાગ પાસે માગ કરી છે. ત્યારે ડીજીપીએ જિલ્લા એસપી પાસે ખેડૂતો પર થયેલા લાઠીચાર્જ મામલે ખુલાસો માગ્યો છે.

કોંગ્રેસના ધારાસભ્ય લલિત કથગરાએ તળાજામાં ખેડૂતોના આંદોલન મામલે સરકાર પર પ્રહાર કર્યા છે. લલિત કથગરાએ જણાવ્યુ કે, ખેડૂતો જમીન બચાવવા આંદોલન કરે તો તેના પર લાઠી વરસાવવામાં આવે છે. સરકારનું અભિમાન પરાકાષ્ઠાએ પહોંચ્યુ છે. સરકાર ખેડૂતોની સમસ્યાને હલ કરવાના બદલે તેના પર લાઠીચાર્જ કરવામાં આવે છે. ત્યારે આગામી દિવસોમાં ખેડૂતોની નારાજગીનો ભોગ ભાજપને બનવુ પડશે.

સીએમે માગ્યો રિપોર્ટ

મહુવા ખાતે માઈનિંગના વિરોધ સમયે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણની ગંભીર નોંધ ખુદ મુખ્ય પ્રધાને લીધી છે. આજની કેબિનેટની બેઠકમાં મહુવામાં પોલીસ અને ખેડતો વચ્ચે થયેલા ઘર્ષણનો મામલો ચર્ચાયો હતો. તેમજ મુખ્ય પ્રધાને ભાવનગર એસપી પાસે સમગ્ર બનાવનો રિપોર્ટ માંગ્યો છે.

Read Also

Related posts

અલ્પેશ સામે કોંગ્રેસ આકરા પાણીએ, સભ્ય પદ રદ કરાવવા કરી સૌથી મોટી કાર્યવાહી

Arohi

ચીફ જસ્ટીસ વિરૂદ્ધ યૌન શોષણનો મામલો: સુપ્રિમે તપાસનાં આદેશ આપ્યા, નિવૃત જજ એકે પટનાયક કરશે તપાસ

Riyaz Parmar

વડોદરામાં થિયેટર આર્ટિસ્ટનું ગળું દબાવી હત્યા, એક મેદાનમાં ઝાડ નીચેથી મળી આવી લાશ

Karan