GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

માહિતી ખાતાની ભરતી પરીક્ષામાં વધુ એક છબરડો: વર્ગ-3ની ભરતી પણ આવી વિવાદોમાં

ગુજરાત રાજ્યમાં સરકારી પરીક્ષા કે ભરતી મામલે છબરડો અને વિવાદ આવતો રહે છે, ત્યારે વધુ એક ભરતી વિવાદમાં આવી છે. માહિતીખાતાની વર્ગ-3ની ભરતી વિવાદોમાં સપડાઈ છે. જેમાં વર્ગ 3ની ભરતીના ઉમેદવારોએ માહિતી ખાતાની કચેરી લેખિત વાંધા અરજી સાથે ભરતી પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. જેમાં વર્ગ 1/2ની ભરતીના ચાર મહિના પછી વર્ગ 3નું આવેલું પરિણામ વિવાદસ્પદ છે નો ગંભીર સવાલ કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યના માહિતી ખાતે વર્ગ 3 માં 77 જગ્યાઓ માટે 77 ઉમેદવારોને જ ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં બોલાવ્યા હતા, જેમાં -કોઈ જ પ્રતિક્ષાયાદી કે માર્ક્સ,કેટેગરી સાથેની યાદી જાહેર કર્યા વગર 77 સીટો માટે ફકત 77 લોકોને મનસ્વી રીતે બોલાવતા વિવાદ સર્જાયો છે. ઉમેદવારો એ જણાવ્યું માહિતી ખાતાના વર્ગ1/2ના પરિણામ પર સ્ટે હોવા છતાં વર્ગ 3 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, પરિણામ જાહેર કરતાં વર્ગ 1/2માં પાસ થયેલ પણ ઘણાં બધાં વર્ગ 3માં પાસ થયા હોવાથી ભવિષ્યમાં વર્ગ 3 ની ઘણી બધી જગ્યાઓ ખાલી જવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વર્ગ1/2 માં નિમણૂક અપાયા બાદ વર્ગ 3 માં નિમણૂક ઓર્ડર અપાય તેવી માંગ સાથે વર્ગ 3 ની મેન્સ પરીક્ષા આપનાર ઉમેદવારોએ લેખિત વિરોધ નોંધાવ્યો છે. વિવાદ વધતા ઉમેદવારો ટૂંક સમયમાં હાઈકોર્ટમાં પણ પીટીશન દાખલ કરશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે

Related posts

લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે

Hardik Hingu

મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?

Zainul Ansari

ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના

GSTV Web Desk
GSTV