GSTV

મોટા સમાચાર / માહિતી ખાતાની CLASS – 1 અને CLASS – 2 પરીક્ષાનું ફાઇનલ રિઝલ્ટ જાહેર, જુઓ એક ક્લિકમાં સંપૂર્ણ લિસ્ટ

exam

Last Updated on December 2, 2021 by Dhruv Brahmbhatt

નાયબ માહિતી નિયામક, વર્ગ-1ની 8 જગ્યાઓ તથા સહાયક માહિતી નિયામક (સંપાદન) વર્ગ-2ની 15 જગ્યાઓ માટેની સીધી ભરતી માટે પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક : INF૦/202021/2 અન્વયે તારીખ 4/9/2021 ના રોજ લેવાયેલ ભાગ-2 સંયુક્ત મુખ્ય પરીક્ષામાં સફળ રહેલા કુલ 101 ઉમેદવારોની તારીખ 25 નવેમ્બર 2021, 26 નવેમ્બર 2021, 27 નવેમ્બર 2021, 29 નવેમ્બર 2021 અને તારીખ 30 નવેમ્બર 2021 ના રોજ મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતાં.

This image has an empty alt attribute; its file name is download-1-1024x737.jpg

ભાગ -2 સંયુક્ત મુખ્ય પરીક્ષાના કુલ 400 ગુણમાંથી ઉમેદવારોએ મેળવેલા ગુણ તથા મૌખિક ઇન્ટરવ્યુના 100 ગુણમાંથી ઉમેદવારે મેળવેલ ગુણનો સરવાળો કરીને કુલ 500 ગુણમાંથી ઉમેદવારે મેળવેલા ગુણના આધારે નિયત થયેલ મેરીટ યાદી ઉપરથી કેટેગરી વાઇઝ જગ્યાઓ અનુસાર, નિમણૂંક પામેલા કુલ 23 ઉમેદવારોનું આ સાથેના પત્રક-બ મુજબ અંતિમ પરિણામ જાહેર કરવામાં આવે છે.

અસફળ રહેલાં 78 ઉમેદવારોની યાદી પણ પત્રક – ક મુજબ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જે નીચે મુજબ છે…

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારનાં માહિતી અને પ્રસારણ વિભાગની CLASS – 1 અને 2 ની ભરતી અંતર્ગત નાયબ માહિતી નિયામક અને સહાયક માહિતી નિયામકની ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં કુલ 137 ઉમેદવારોને ડોક્યુમેન્ટેશન માટે બોલાવવામાં આવ્યાં હતાં.

આ અંતર્ગત આગામી ઇન્ટરવ્યુ રાઉન્ડ માટે 101 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી હતી. જેમના પર્સનલ ઇન્ટરવ્યુ કરવામાં આવ્યાં. નોંધનીય છે કે, તારીખ 25 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી અલગ-અલગ સ્લોટમાં ઉમેદવારોને બોલાવવામાં આવ્યાં હતાં કે જ્યાં તેઓનો ઇન્ટરવ્યુ રાઉન્ડ ગોઠવાયો. અંતે નિમણૂંક પામેલા કુલ 23 ઉમેદવારોનું અંતિમ પરિણામ આજે જાહેર કરી દેવામાં આવ્યું છે.

READ ALSO :

Related posts

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

EDના દરોડા પર CM ચન્નીનો મોટો આરોપ/ મને પણ ફસાવાની હતી કોશિશ, જતાં જતાં EDના અધિકારીઓએ કહ્યું હતું- પીએમ સુરક્ષા ચૂક યાદ રાખજો

Pravin Makwana

વેપાર ઘટ્યો, મુશ્કેલીઓ વધી / સોના-ચાંદીના ધંધામાં લાગ્યો કોરોનારૂપી કાટ, લગ્નસરાની સિઝન હોવા છતા મંદીનો માહોલ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!