GSTV

કડાણા ડેમમાંથી છોડવામાં આવેલુ પાણી ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું, ખેડૂતોને પાકથી હાથ ધોવાનો વારો આવ્યો

Last Updated on September 1, 2020 by

મહીસાગર નદીનું પાણી શહેરા તાલુકાના નદી કિનારે આવેલા કેટલાક ગામોમાં ફરી વળતાં ખેડૂતો પાકને મોટાપાયે નુકશાન.
કડાણા ડેમમાંથી છોડવામાં આવેલ લાખો ક્યુસેક પાણીએ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખેડૂતોની મેહનત ઉપર પાણી ફેરવી દીધું અને મકાઈ, ડાંગર, દિવેલા સહિતના ઉભા પાક ઉપર ઢીંચણ સમા પાણી સવાર થઈ જતા ખેડૂતોને તમામથી પાકથી હાથ ધોવાનો વારો આવ્યો.

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને લઈ પંચમહાલ સહિત મહીસાગર અને આસપાસના તમામ જળાશયોમાં વરસાદી પાણીની ભરપૂર આવક થઈ છે. તમામ જળાશયો હાલ પૂર્ણતઃ ભરાઈ જવાના આરે છે. ત્યારે આ જળાશયોનું રુલ લેવલ જાળવવા માટે વિપુલ પ્રમાણમાં જળ રાશિ નદીઓમાં છોડાઈ રહી છે. મધ્ય ગુજરાતના સૌથી મોટા કહેવાતા કડાણા ડેમનું લાખો ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે, તબક્કાવાર ૪ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા લોકમાતા કહેવાતી મહીસાગર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને નદીનું પાણી આસપાસના નદી કાંઠા વિસ્તારના અંદાજિત ૮૦૦ હેક્ટર ખેતરોમાં કેડ સમાં ભરાઈ ગયા છે,જેના કારણે ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

READ ALSO

Related posts

અમદાવાદ / વટવા વિસ્તારમાં ઘટ્યો હત્યાનો અજુગતો બનાવ, ગણતરીના કલાકોમાં જ પોલીસે ઉકેલ્યો ગુનાનો ભેદ

GSTV Web Desk

રાહત / છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો, રાજ્યમાં આજરોજ નોંધાયા આટલા કેસો

GSTV Web Desk

Corona Update / રાજકોટ હોસ્પિટલમાં કોરોના વિસ્ફોટ, ડોક્ટર સહિત આટલા કર્મચારીઓ થયા એકસાથે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!