અરવલ્લીના માલપુર ખાતે મહીસાગર નદીમાં ડુબી જવાથી મૃત્યુ પામેલા પાંચ યુવાનોની આજે અંતિમ વિધિ યોજાઈ છે. ત્યારે માલપુરાના લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યો છે. અને સમગ્ર ગામમાં ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે. માલપુરના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. મહીસાગર નદીમાં નહાવા ગયેલા પાંચ યુવાનો ડુબ્યા હતા. જેમાં ચાર યુવાનોના ગઈ કાલે જ મૃતદેહ મળ્યા હતા. જોકે એક મૃતદેહ ન મળતા એનડીઆરએફની મદદ લેવી પડી હતી. અને પાંચમા યુવાનનો આજ સવારે મૃતદેહ મળી આવ્યો હતો.