GSTV

કડાણા ડેમમાં પાણીની ભરપૂર આવક, 90%થી વધુ પાણીનો સંગ્રહ થતા અપાયું હાઈ એલર્ટ

Last Updated on September 26, 2021 by Pritesh Mehta

કડાણા ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થતા ડેમને હાઈ એલર્ટ સ્ટેજ જાહેર કરાયો. ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ ડેમની જળસપાટીમાં સતત વધારો થયો. કડાણા ડેમમાં 90 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. અસરગ્રસ્ત વિસ્તારમાં આવતા ગામોમાં સાવચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

કડાણા

કડાણા ડેમમાં હાલ પાણીની આવક 25 હજાર ક્યુસેક નોંધાઈ છે. ડેમની હાલની જળ સપાટી 415. 6 ફૂટે પહોંચી છે. ડેમની જળસપાટી રુલ લેવલને નજીક પહોંચી છે. સતત આવકના પગલે આવનાર દિવસોમાં પાણી છોડવાની સંભાવના છે. જેને લઈને મહીસાગર અને પંચમહાલના 118 ગામોને એલર્ટ કરાયા છે. ડેમની ભયજનક સપાટી 419 ફૂટ છે. જ્યારે હાલનું રુલ લેવલ 416 ફૂટ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

પોલીસ પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રીએ કરી બેઠક, ગ્રેડ-પે મુદ્દે કમિટીની રચના કરાશે: હર્ષ સંઘવી

Pritesh Mehta

ગ્રેડ-પે મુદ્દે પોલીસ કર્મચારીઓનું મહા આંદોલન, રાજ્યભરમાં ઠેર-ઠેર કરાયું વિરોધ પ્રદર્શન

Pritesh Mehta

અહીં વસે છે સાચું ભારત / ડીસાનો મુસ્લિમ પરિવાર આખું વર્ષ જુએ છે દિવાળીની રાહ, જાણો વિગતે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!