ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લામાંથી મહત્વના અહેવાલ સામે આવ્યો છે. મહીસાગરમાં પોકસો એક્ટ હેઠળ આરોપીને કોર્ટે 20 વર્ષની સજા અને દંડ ફટાકાર્યો છે. મળતા અહેવાલ પ્રમાણે આ ઘટના વર્ષ 2019માં થઈ હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં ખાનપુરના મેડા મુવાડા ગામમાં આરોપી 15 વર્ષીય સગીરાને લાલચ આપી ભગાડી ગયો હતો.

સગીરા ભાગી જતા પરીવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. તો બીજી તરફ સગીરાને ભગાડી જવાના ગુનામાં ખાનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. આખરે પોલીસે આ નરાધમને ઝડપીને જેલના હવાલે કર્યો હતો.
- મહિસાગરમાં પોક્સો એક્ટ હેઠળ આરોપીને સજા ફટકારી
- લાલચ આપી સગીરાને ભગાડી જતા ગુનો નોંધાયો હતો
- મહિસાગર જિલ્લા કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સજા ફટકારી
- સગીરાના પરીવારને રૂ. ૩ લાખનું વળતર ચૂકવવાના આપ્યા આદેશ

તો મહિસાગર જિલ્લા કોર્ટમાં આરોપીને સજા અને દંડ ફટકાર્યો છે તેમજ કાનૂની સેવા સત્તા મંડળ મહિસાગરએ સગીરાના પરિવારને રૂ. 3 લાખનું વળતર ચૂકવવાનો આપ્યો આદેશ. સમાજમાં દાખલો બેસે તેવો ચૂકાદો કોર્ટે આપ્યો છે.
READ ALSO
- Viral Video/ બાઈકર ધુમ સ્ટાઈલમાં સ્ટંટ કરીને આગળ નીકળી ગયો, આ જોઈ પોલીસનું પણ માથું ચકરાઈ ગયું
- જાણો કેટલો ખતરનાક છે અમિત શાહને ધમકી આપનાર અમૃતપાલ સિંહ? ધરપકડ માટે ચાલી રહેલા અભિયાનનો આજે ત્રીજો દિવસ
- ભારત ઓસ્ટ્રેલિયા વન ડે સીરિઝ વચ્ચે ભારત માટે ખુશખબરી, ત્રીજી મેચ પહેલા ટીમ સાથે જોડાશે આ દિગ્ગજ
- વડોદરા / નાણાની ઉઘરાણી મુદ્દે બે શખ્સોએ બીએમડબલ્યુ કારને નુકસાન પહોંચાડી કારચાલક પર કર્યો હુમલો
- VIDEO/ આરામ ફરમાવી રહ્યો હતો “પાણીનો દૈત્ય”, ચિત્તાએ કર્યો વાર; પળભરમાં કામ કર્યું તમામ