GSTV

મહીસાગર/ વીરપુરમાં ભાજપ અગ્રણી મુકેશ શુક્લના નિવાસસ્થાને થયો હિચકારી હુમલો, સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ

મહીસાગરના વીરપુરમાં ભાજપ અગ્રણી મુકેશ શુક્લ અને તેમના પુત્ર પિનાકિન શુક્લના નિવાસસ્થાને હુમલો થતાં ચકચાર મચી છે. ઉલ્લેખનીય છે કે મુકેશ શુક્લના નિવાસસ્થાને રાત્રિના સમયે 5 થી 6 લોકો દ્વારા ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી. ત્યાર બાદ ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. નોંધપાત્ર છે કે આ હિચકારા હુમલા વખતે ઘરમાં ફક્ત મહિલાઓ જ હાજર હતી. ઉલ્લેખનીય છે કે મુકેશભાઇ શુક્લ દિલ્હી હતા તેમજ પિનાકિન શુક્લ પણ બહારગામ હતા.

આ હિચકારા હુમલા વખતે ઘરમાં ફક્ત મહિલાઓ જ હાજર હતી

સમગ્ર હુમલાના સીસીટીવી સામે આવ્યા છે. મહત્વનું છે કે જિલ્લા પંચાયતના સભ્ય પિનાકિન શુક્લ અને નિવૃત શિક્ષક વચ્ચે થોડા દિવસ પહેલા ઝઘડો થયો હતો. જે મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ થઇ હતી. નિવૃત શિક્ષકની હાલત નાજુક હોવાથી તે સારવાર હેઠળ છે..આથી અંગત અદાવતમાં આ હુમલો થયો હોવાનું અનુમાન છે.મુકેશ શુક્લએ આક્ષેપ કર્યો છે કે પોલીસની રાહબરી હેઠળ આ હુમલો કરવામાં આવ્યો છે.

અંગત અદાવતમાં આ હુમલો થયો હોવાનું અનુમાન

  • વીરપુરના ભાજપ અગ્રણી મુકેશ શુકલ અને તેમના પુત્ર જિલ્લા પંચાયત સદસ્ય પીનાકીન શુકલના નિવાસે હુમલો
  • રાત્રીના સમયે ૫ – ૬ ઈસમો દ્વારા ગાડીઓ માં તોડફોડ કરી ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો
  • અંગત અદાવતમાં હુમલો થયો હોવાનું અનુમાન
  • થોડા દિવસ પહેલા પીનાકીન શુકલ અને રિટાયર્ડ શીક્ષક વચ્ચે થયો હતો ઝગડો જેમાં પોલીસ ફરિયાદ થઈ હતી
  • રિયાયર્ડ શિક્ષકની હાલત નાજુક હોઈ સારવાર હેઠળ જેને લઈને હુમલો થયો હોવાનું અનુમાન
  • મુકેશ શુક્લ દિલ્હી પ્રધાનમંત્રી મોદીના જન્મ દિન નિમિતે ગયેલા છે

મુકેશ શુક્લ દિલ્હી પ્રધાનમંત્રી મોદીના જન્મ દિન નિમિતે ગયેલા છે

  • મુકેશભાઈના પુત્ર પિનાકીન શુક્લા જેઓ જીલ્લા પંચાયત સદસ્ય છે ( ભાજપ ) તેઓ પણ બહાર ગામ હતા
  • ઘરમાં મુકેશ શુક્લના માતા પત્ની અને મહિલાઓ હતી ત્યારે થયો હુમલો
  • મુકેશ શુક્લાનો પોલીસ પર આરોપ
  • પોલીસના રાહબરી હેઠળ હુમલો થયો હુમલો
  • આગામી સમયમાં જીલ્લા પંચાયત ચુંટણી આવી રહી છે ત્યારે પ્રતિષ્ઠિત વ્યક્તિને બદનામ કરવા બનાવટી ઝગડો કરી રાજકીય લાભ લેવા કરેલું કૃત્ય
  • હુમલાના સીસીટીવી આવ્યા સામે

READ ALSO

Related posts

સૌરભ પટેલે કરી એવી ભૂલ કે આખરે ગૃહમાં સરકાર ભરાઈ ગઈ, આખરે ખુલાસો થતાં ઉર્જામંત્રી મૂંઝાયા

pratik shah

500 કેસોમાં લોકડાઉન જાહેર હવે 6 માસમાં 57 લાખ કેસ : વિશ્વમાં બીજા ક્રમાંકે ભારત, વૈજ્ઞાનિકોની વધી ચિંતા

Bansari

ગાંધીનગરમાં દારૂની પાર્ટી માણતા અમદાવાદના 13 નબીરાઓ ઝડપાયા : 10 હતી યુવતીઓ , આ છે નામનું લિસ્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!