GSTV

રણબીર કપૂર સાથેના બ્રેકઅપ અંગે માહિરા ખાને કર્યો ખુલાસો

Last Updated on January 4, 2018 by Bansari

શાહરૂખ ખાન સાતે ફિલ્મ ‘રઇસ’માં જોવા મળેલી પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન ફરીએક વાર ચર્ચાનો વિષય બની છે. અગાઉ રણબીર કપૂર સાથે તેના અફેરને લઇને ચર્ચાઓ થઇ રહી હતી પરંતુ આ વખતે રણબીર સાથેના બ્રેકઅપના કારણે આ અભિનેત્રી ચર્ચામાં આવી છે.

તાજેતરમાં માહિરા ખાને એક ઇન્ટરવ્યુમાં પોતાની લવ લાઇફ વિશે મુક્ત મને વાતચીત કરી હતી. તેને પૂછવામાં આવ્યું હતું કે, શું તે કોઇ વ્યક્તિને પ્રેમ કરે છે? તેના જવાબમાં માહિરાએ કહ્યું કે,’ ના, હકીકતમાં હું પહેલાં કોઇની સાથે રિલીશનશીપમાં હતી પરંતુ હવે નથી. મને લાગે છે કે પ્રેમ શાંતિ છે. પ્રેમ એ લાગણી છે જ્યારે તમે કોઇની સાથે હોય તો તમારે શબ્દોની જરૂરિયાત નથી હોતી. તે વ્યક્તિનું હોવું પુરતું છે.’

ગત વર્ષે રણબીર કપૂર સાથે માહિરાની સિગરેટ પીતા કેટલીક તસવીરકો વાયરલ થઇ હતી. આ તસવીરોને જોઇને એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ બંને રિલેશનશીપમાં છે. આ તસવીરોના કારણે માહિરાને પાકિસ્તાનમાં ટ્રોલ કરવામાં આવી હતી. તેની તસવીરો અને તેના ડ્રેસિંગ પર લોકો અભદ્ર કમેન્ટ્સ કરી રહ્યાં હતાં.

આ તસવીરોનો વિરોધ થયા પછી માહિરા ખાને કહ્યું હતું કે હું ક સ્ટ્રોન્ગ મહિલા છું પરંતુ જ્યારે આ ઘટના ઘટી ત્યારે હું અંદરથી તૂટી ગઇ હતી. હું દરરોજ વિચારતી હતી કે આ અંગે કંઇક કહું પરંતુ દરેક વખતૈ હું મારી જાતને રોકી લેતી હતી. હું પણ એક માનવી છું હું પણ ભૂલો કરી શકું છું.

રણબીરે પણ આ મામલે કહ્યું હતું કે હું માહિરાને પાછલાં કેટલાંક સમયથી ઓળખું છુ. માહિરાની ઉપલબ્ધિઓ કરતાં હું તેના વ્યક્તિત્વને માન આપું છું.

Related posts

બેકલેસ ફોટો બતાવી ઉર્ફી જાવેદે લોકોને આપી આ ચેલેન્જ, કહ્યું- પુરી કરવા પર આપીશ ઇનામ

Damini Patel

ફેશનની શોખિન: શોર્ટ્સ પહેરીને પરીક્ષા આપવા આવેલી છોકરીને હોલમાં પ્રવેશ ન આપ્યો, પપ્પાને તાત્કાલિક બજારમાં પેન્ટ ખરીદવા જવું પડ્યું

Pravin Makwana

ખેડૂતો માટે ખુશખબર: કચ્છના 155 ખેડૂતો સરકારની મદદથી કરશે કમલમ ફ્રૂટની ખેતી, બજારમાં માગ ખૂબ વધી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!