GSTV
Home » News » 83માં જન્મદિવસે અનોખી ઉજવણી, રિબડાના મહિપતસિંહ જાડેજાના જીવતા મરસિયા ગવાશે

83માં જન્મદિવસે અનોખી ઉજવણી, રિબડાના મહિપતસિંહ જાડેજાના જીવતા મરસિયા ગવાશે

Mahipat Singh Jadeja

ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને મૂળ રિબડાના મહિપતસિંહ જાડેજાના જીવતા મરસિયા ગવાશે. વાત જરા ગળે ઉતરે તેવી નથી. પરંતુ મહિપતસિંહ જાડેજાએ પોતાના 83માં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવાની જાહેરાત કરી છે. રિબડા ખાતે હજારો લોકોની હાજરીમાં 12થી વધુ કવિરાજ મહિપતસિંહની હાજરીમાં તેના મરસિયા ગાશે અને મહિપતસિંહ ગામની દિકરીઓ અને ગરીબોને દાન પણ આપશે.

ગોંડલના રિબડાના રહેવાસી અને પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાએ પોતાના જીવતા મરસિયા સાંભળવાનું મન બનાવ્યું છે. આગામી 24મી મેના રોજ મહિપતસિંહનો 83મો જન્મદિવસ છે અને આ જન્મદિવસની પોતાના મરસિયા સાંભળીને ઉજવણી કરવાના છે.મહિપતસિંહ જાડેજાના કહેવા પ્રમાણે કોઇ માણસ મૃત્યુ પહેલા મરસિયા સાંભળી ન શકે પરંતુ તેમણે જીવન જીવી લીધુ છે અને હવે તેની મરસિયા સાંભવાની ઇચ્છા છે. મરસિયાની આ પરંપરા શુરા રણબંકા હમીરજી ગોહીલ બાદ ક્ષત્રિય સમાજના મહિપતસિંહ પોતાના મરસિયા ગવડાવશે અને લોકસાહિત્યના 12 જેટલા કવિઓ આ મરસિયા ગાશે તેની સાથે સાથે મહિપતસિંહ વતન રીબડાની 111 દિકરીઓને કન્યાદાન પણ આપશે.

પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહની આ ઈચ્છા પૂરી કરવા માટે પરિવારજનોમાં પણ અનેરો ઉત્સાહ છે. કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે જેના માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. અને આમ મહિપતસિંહ જીવતુ જગતિયુ કરશે. મહિપતસિંહ જાડેજા સૌરાષ્ટ્રના રાજકારણનું મોટું નામ છે. તેઓને સરકાર દ્રારા બારવટીયા પણ જાહેર કરવામાં આવ્યા હતા. બાદમાં તેઓ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. મહિપતસિંહ જાડેજા પોતે માની રહ્યા છે કે જીવનના તમામ રંગો તેમણે જોઇ લીધા છે અને એટલા માટે અંતિમ રંગ પોતાના જ મરસિયા પણ તેઓ જોવા માંગે છે અને એટલા માટે જ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

Path Shah

જેનું કામ ખાવાનું પહોંચાડવાનું હતુ, તેનુ ગીત થયુ વાયરલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!